Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે
    લેખ

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 14, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ આત્મા છેદી શકાતો નથી,બાળી શકાતો નથી,ભીંજવી શકાતો નથી અને તેને સુકવી પણ શકાતો નથી કેમકે આ આત્મા નિત્ય બધામાં પરીપૂર્ણ,અચળ,સ્થિર સ્વભાવવાળો સનાતન છે.શસ્ત્રો આત્માનું છેદન કરી શકતો નથી..આત્મા અદાહ્ય છે કારણ કે બળવા યોગ્ય નથી.આત્મા ભીંજવા યોગ્ય નથી એટલે કે તેનામાં ભીંજાવાની પાત્રતા જ નથી.આત્મા અશોષ્ય છે.વાયુથી એનું શોષણ થાય એવી વસ્તુ નથી.આત્મા નિત્યનિરંતર રહેવાવાળો છે.તે કોઇ કાળમાં ન હતો અને કોઇ કાળમાં નહી રહે-એવી વાત નથી.આત્મા સર્વકાળમાં જેમ છે તેમ જ રહે છે.તેનામાં આવવા-જવાની ક્રિયા નથી.તે સ્થિર સ્વભાવવાળો છે.તે અચળ અને સ્થાણું એટલે બાવળના ઠુંઠા જેવો સ્થિર અચલ છે.તે સનાતન,અનાદિ અને સદાયથી છે.સનાતન એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ શાશ્વત કે સમયહીન થાય છે.જે ત્રણે કાળમાં સત્ય છે તે સનાતન,તેનો ઉપયોગ ઘણીવાર હિન્દુ ધર્મમાં અમુક સિદ્ધાંતો,ફિલસૂફી અથવા આધ્યાત્મિક વિચારોના કાલાતીત અથવા શાશ્વત સ્વભાવનું વર્ણન કરવાના સંદર્ભમાં થાય છે.

    આ પાંચ વિશેષણોનું તાત્પર્ય એ છે કે શરીર સંસારની સાથે તાદાત્મય હોવા છતાં પણ અને શરીર-શરીરીભાવનો ભિન્ન-ભિન્ન અનુભવ નહિ હોવા છતાં પણ આત્મા નિત્ય-નિરંતર એકરસ અને એકરૂપ રહે છે.આત્મા પોતે દેહગત નથી પરંતુ સર્વગત છે-આવો અનુભવ થવો એ જ જીવનમુક્તિ છે.જેમ શરીર સંસારમાં છે એમ આપણે શરીરમાં બેઠેલા નથી.શરીર સાથે આપણું એકત્વ ક્યારેય થયું જ નથી,છે જ નહી, થવાનું પણ નથી,થઇ શકતું જ નથી.શરીર આપણાથી બહુ દૂર છે પરંતુ કામના-મમતા અને તાદાત્મયના લીધે આપણને શરીર સાથે એકતા પ્રતિત થાય છે.વાસ્તવમાં શરીરી(આત્મા)ને શરીરની જરૂરત છે જ નહી,શરીર વિના પણ શરીરી મોજથી રહે છે.નાશવાન ૫દાર્થોની ઇચ્છા જ કામના છે.શરીર વગેરે પદાર્થોને પોતાના માનવા એ મમતા છે.હું શરીર છું એવું માનવું એ તાદાત્મય છે.

    ભગવાન આગળ ગીતા(૨/૨૫)માં કહે છે કે

    અવ્યક્તોઽયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે

    તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ

    આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી,ચિંતનનો વિષય નથી અને વિકારરહિત કહેવાય છે તેથી આ આત્માને આ પ્રમાણે જાણીને પણ તૂં શોક કરવાને યોગ્ય નથી.જો આ આત્માને તૂં સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે આવી રીતે શોક કરવો ના જોઇએ.

    જેવી રીતે શરીર-સંસાર સ્થૂળરૂપે દેખવામાં આવે છે તેવી રીતે આત્મા સ્થૂળરૂપે દેખવામાં આવવા વાળો નથી કેમકે એ સ્થૂળ દ્રષ્ટિથી રહિત છે.મન-બુદ્ધિ વગેરે ચિંતનનો વિષય છે પરંતુ આત્મા ચિંતનનો વિષય નથી.આત્મા વિકાર રહિત છે.પ્રકૃતિમાં વિકૃત્તિ થાય છે પરંતુ આત્મામાં કોઇપણ જાતની વિકૃતિ થતી નથી.જો આત્માને નિર્વિકાર નહી માનીને વિકારી માની લેવામાં આવે કે જે સિદ્ધાંતની વિરૂદ્ધ છે તો પણ શોક થઇ શકતો નથી આ વાત સમજાવતાં ભગવાન(૨/૨૬) કહે છે કે..

    અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્

    તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ..

    આ આત્માને તૂં સદા જન્મ લેનાર તથા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે આવી રીતે શોક ના કરવો જોઇએ.સિદ્ધાંત અને સાચી વાત એ છે કે આત્મા કોઇપણ કાળમાં જન્મવા-મરવાવાળો નથી તો પણ જો તૂં સિદ્ધાંતથી વિરૂદ્ધ વાત માની લે કે આત્મા જન્મવા-મરવાવાળો છે તો પણ શોક ના થવો જોઇએ કારણ કે જે જન્મશે તે મરશે અને જે મરશે તે જન્મશે-આ નિયમને કોઇ ટાળી શકવાનું નથી.  

    જો બીજને પૃથ્વીમાં વાવી દેવામાં આવે તો તે ઉગીને અંકુર આપી દે છે અને તે જ અંકુર ક્રમશઃ વધીને વૃક્ષરૂપ થઇ જાય છે.આમાં સુક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે કે શું તે બીજ એક ક્ષણ પણ એકરૂપ રહ્યું? પૃથ્વીમાં તે પ્રથમ પોતાનું કઠન રૂપ ત્યજીને કોમળરૂપ બની ગયું પછી કોમળરૂપ વૃક્ષરૂપ બની ગયું અને અંતે આયુષ્ય સમાપ્ત થતાં તે સુકાઇ ગયું.એણે પહેલાંના રૂપને છોડ્યું તે એનું મરવું થયું અને બીજા રૂપને ધારણ કર્યું-આ તેનો જન્મ થયો.બીજની જેમ જ આ શરીર છે.છે.બહુ જ સુક્ષ્મરૂપથી વિર્યનું જંતુ રજની સાથે ભળ્યું.તે વધતું વધતું બાળકના રૂપમાં બની ગયું અને પછી જન્મ્યું,જન્મ પછી તે વૃદ્ધિ પામ્યું પછી ઘટ્યું અને અંતે મરણ પામ્યું.આ રીતે શરીર એક ક્ષણ પણ એકરૂપે ના રહેતાં બદલાતું રહ્યું એટલે કે પ્રતિક્ષણે જન્મતું-મરતું રહ્યું.ભગવાન કહે છે કે જો તૂં શરીરની જેમ આત્માને પણ નિત્ય જન્મવા-મરવાવાળો માની લે તો પણ આ શોકનો વિષય નથી બનતો.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.