સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૭ હજારથી વધુ વિશ્વકર્માઓની નોંધણી, ૩,૨૮૩ કારીગરોને ટૂલકિટ અને ૧,૫૭૪ લાભાર્થીઓને રૂ. ૧૫.૪૧ કરોડની લોન મંજૂર
વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા- માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
ભારતની સમૃદ્ધ પરંપરા, લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય અર્થતંત્રને જીવંત રાખવામાં પેઢી દર પેઢી પરંપરાગત રીતે હાથ અને સાધનોના માધ્યમથી કામ કરતા કારીગરોનો મહત્વનો ફાળો રહ્યો છે. કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલા, ઉપયોગી ચીજવસ્તુઓ અને પરંપરાગત ઉત્પાદનો દેશની સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલા છે. આવા કારીગરોને સન્માનજનક ઓળખ, કૌશલ્યવર્ધન, આધુનિક સાધનો, સરળ ધિરાણ અને બજાર સાથે જોડાણ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વકર્મા જયંતિના અવસરે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ આ કેન્દ્ર પ્રાયોજિત યોજના શરૂ કરી હતી. યોજના માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૭-૨૮ સુધી પાંચ વર્ષ માટે રૂ. ૧૩,૦૦૦ કરોડનું નાણાકીય આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત પરંપરાગત કારીગરોને માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત રાખવાને બદલે તેમની સમગ્ર વ્યવસાયિક જરૂરિયાતોને આવરી લેતું સહાય માળખું પૂરું પાડવામાં આવે છે. યોજનામાં કારીગરને પ્રથમ સત્તાવાર ઓળખ આપવામાં આવે છે, ત્યારબાદ તેના કૌશલ્યમાં સુધારો કરવા માટે તાલીમ, આધુનિક સાધનો ખરીદવા માટે ટૂલકિટ સહાય, વ્યવસાય વિકસાવવા માટે કોલેટરલ વગરની લોન, ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન અને ઉત્પાદનને યોગ્ય બજાર મળે તે માટે માર્કેટિંગ સહાય આપવામાં આવે છે. યોજનાનો હેતુ પરંપરાગત ગુરુ-શિષ્ય પરંપરા અને પરિવાર આધારિત કારીગરીને મજબૂત બનાવવાની સાથે કારીગરોને સ્થાનિક તેમજ વ્યાપક બજાર સાથે જોડવાનો છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં શરૂઆતના તબક્કે કુલ ૧૮ પરંપરાગત વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સુથાર, હોડી બનાવનાર, કવચ-શસ્ત્ર બનાવનાર, લુહાર, હથોડા અને સાધન-કિટ બનાવનાર, તાળાં બનાવનાર, સુવર્ણકાર, કુંભાર, મૂર્તિકાર તથા પથ્થર કોતરનાર/પથ્થર તોડનાર, મોચી-ચર્મકાર અને ફૂટવેર કારીગર, કડિયા, ટોપલી-ચટાઈ-સાવરણી બનાવનાર તથા કોયર વણનાર, પરંપરાગત ઢીંગલી અને રમકડાં બનાવનાર, વાળંદ, માળા/ફૂલહાર બનાવનાર, ધોબી, દરજી તથા માછીમારીની જાળ બનાવનારનો સમાવેશ થાય છે. આ વ્યવસાયો સાથે સંકળાયેલા અને યોજનાની પાત્રતા ધરાવતા કારીગરો નોંધણી કરાવી શકે છે.
યોજનામાં નોંધણી અને નિર્ધારિત ચકાસણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ લાભાર્થીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર અને ઓળખકાર્ડથી પરંપરાગત કારીગરને સત્તાવાર રીતે વિશ્વકર્મા તરીકે ઓળખ મળે છે અને યોજનાના વિવિધ લાભો મેળવવા માટેનું આધારભૂત પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે.
પરંપરાગત કૌશલ્યને નવી તકનીક અને બજારની માંગ સાથે સુસંગત બનાવવા માટે યોજનામાં બેઝિક અને એડવાન્સ્ડ સ્કિલ ટ્રેનિંગની જોગવાઈ છે. બેઝિક તાલીમ સામાન્ય રીતે ૫ થી ૭ દિવસની હોય છે, જ્યારે એડવાન્સ્ડ તાલીમ ૧૫ દિવસ કે તેથી વધુ સમયગાળાની હોઈ શકે છે. તાલીમ દરમિયાન લાભાર્થીને દરરોજ રૂ. ૫૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. માર્ગદર્શિકા મુજબ તાલીમ સંબંધિત વ્યવસ્થામાં નિર્ધારિત શરતોને અનુરૂપ પરિવહન સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. તાલીમમાં કારીગરોને આધુનિક સાધનોના ઉપયોગ ઉપરાંત ગુણવત્તા સુધારણા, નવીન ડિઝાઇન, ડિજિટલ વ્યવહાર, માર્કેટિંગ અને વ્યવસાયિક જ્ઞાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.
કારીગરોની ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો થાય તે માટે યોજનામાં રૂ. ૧૫,૦૦૦ સુધીની ટૂલકિટ ઇન્સેન્ટિવની જોગવાઈ છે. આ સહાય ઇ-વાઉચર સ્વરૂપે આપવામાં આવે છે, જેના માધ્યમથી લાભાર્થી પોતાના પરંપરાગત વ્યવસાય માટે જરૂરી અને ગુણવત્તાયુક્ત સાધનો મેળવી શકે છે. આ રીતે કારીગરોને જૂનાં કે અપૂરતાં સાધનોના સ્થાને વધુ ઉપયોગી અને આધુનિક સાધનો સાથે કામ કરવાની તક મળે છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની મહત્વપૂર્ણ વિશેષતા તરીકે પરંપરાગત કારીગરોને કોલેટરલ વગરની એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોનની સુવિધા આપવામાં આવે છે. કુલ રૂ. ૩ લાખ સુધીની ધિરાણ સહાય બે તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં રૂ. ૧ લાખ સુધીની લોન અને બીજા તબક્કામાં રૂ. ૨ લાખ સુધીની લોન ઉપલબ્ધ છે. પ્રથમ તબક્કાની લોનનો સમયગાળો ૧૮ મહિના અને બીજા તબક્કાની લોનનો સમયગાળો ૩૦ મહિના છે. બંને તબક્કામાં લાભાર્થી પાસેથી ૫ ટકાના રાહત વ્યાજદરે વ્યાજ લેવામાં આવે છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજમાં સબવેન્શનનો સહયોગ આપવામાં આવે છે.
પ્રથમ તબક્કાની રૂ. ૧ લાખ સુધીની લોન મેળવવા માટે લાભાર્થીએ બેઝિક તાલીમ પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. ત્યારબાદ બીજા તબક્કાની રૂ. ૨ લાખ સુધીની લોન માટે પ્રથમ તબક્કાની લોન લીધેલી હોવી, લોન ખાતું નિયમિત રાખેલું હોવું અને વ્યવસાયમાં ડિજિટલ વ્યવહાર અપનાવેલો હોવું અથવા એડવાન્સ્ડ તાલીમ પૂર્ણ કરેલી હોવી જેવી નિર્ધારિત શરતો લાગુ પડે છે. આ લોનનો ઉપયોગ કારીગરો કાચો માલ ખરીદવા, સાધનોમાં સુધારો કરવા, ઉત્પાદન વધારવા અને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે કરી શકે છે.
પરંપરાગત કારીગરોને ડિજિટલ અર્થતંત્ર સાથે જોડવા માટે યોજનામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે. પાત્ર ડિજિટલ ચુકવણી અથવા રસીદ માટે પ્રતિ વ્યવહાર રૂ. ૧નું પ્રોત્સાહન આપવામાં આવે છે અને મહત્તમ ૧૦૦ પાત્ર વ્યવહાર પ્રતિ માસ સુધી આ લાભ મળી શકે છે. આ રકમ લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. ડિજિટલ ચુકવણી વ્યવસ્થા અપનાવવાથી કારીગરોના વ્યવસાયમાં પારદર્શિતા વધે છે અને ઞઙઈં જેવા માધ્યમો દ્વારા ગ્રાહકો સુધી વ્યવસાયિક પહોંચ વધુ વિસ્તરી શકે છે.
પરંપરાગત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોને સ્થાનિક બજાર ઉપરાંત વિશાળ બજાર સુધી પહોંચાડવા માટે યોજના હેઠળ માર્કેટિંગ સપોર્ટ આપવામાં આવે છે. ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, જાહેરાત અને પ્રચાર, પ્રદર્શનો અને મેળાઓમાં ભાગીદારી તથા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર જોડાણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા કારીગરોને બજાર સાથે જોડવામાં આવે છે. ૠયખ સહિતના ડિજિટલ બજાર માધ્યમો સાથે જોડાણ દ્વારા કારીગરોના ઉત્પાદનો માટે નવા વ્યવસાયિક અવસર ઊભા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. લાભાર્થીઓને ઞમુફળ અતતશતિં ઙહફરિંજ્ઞળિ જેવા માધ્યમો સાથે પણ ઔપચારિક ખજખઊ પર્યાવરણ સાથે જોડવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર નોંધણીના દિવસે ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ. અરજદાર યોજનામાં સમાવિષ્ટ ૧૮માંથી કોઈ એક પરંપરાગત વ્યવસાયમાં હાથ અને સાધનો વડે કામ કરતો, અસંગઠિત ક્ષેત્રમાં સ્વરોજગાર આધારિત કારીગર અથવા હસ્તકલાકાર હોવો જોઈએ અને નોંધણીના દિવસે સંબંધિત વ્યવસાયમાં સક્રિય રીતે કાર્યરત હોવો જરૂરી છે. યોજનામાં એક પરિવારના માત્ર એક જ સભ્યને લાભ મળી શકે છે. માર્ગદર્શિકા મુજબ પરિવારનો અર્થ પતિ, પત્ની અને તેમના અપરિણીત સંતાનો એવો કરવામાં આવ્યો છે. સરકારી સેવામાં રહેલી વ્યક્તિ તથા તેના પરિવારના સભ્યોને આ યોજના હેઠળ પાત્રતા નથી.
ઉપરાંત, અગાઉના પાંચ વર્ષ દરમિયાન સ્વરોજગાર અથવા વ્યવસાય વિકાસ માટેની કેટલીક સમાન ક્રેડિટ આધારિત સરકારી યોજનાઓ હેઠળ લોન લીધેલી હોય તો પાત્રતા પર અસર થઈ શકે છે. સત્તાવાર માર્ગદર્શિકા મુજબ ઙખઊૠઙ, ખઞઉછઅ અને ઙખ જટઅગશમવશ જેવી યોજનાઓનો સંદર્ભ આપવામાં આવ્યો છે. જોકે ખઞઉછઅ અથવા ઙખ જટઅગશમવશની લોન સંપૂર્ણપણે ચૂકવી ચૂકેલા લાભાર્થીઓ માટે યોજનામાં પાત્રતાની જોગવાઈ છે. તેથી અરજદારોએ અરજી કરતાં પહેલાં પોતાની લોન અને યોજના સંબંધિત પાત્રતા ચોક્કસપણે ચકાસવી જરૂરી છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ નોંધણી માટે પાત્ર કારીગરોએ પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (ઈજઈ)નો સંપર્ક કરવો. સત્તાવાર માહિતી મુજબ હાલમાં ઓનલાઈન અરજી અને નોંધણી પ્રક્રિયામાં ઈજઈ મહત્વપૂર્ણ માધ્યમ છે અને લાભાર્થીની ઓળખ માટે આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવે છે. નોંધણી માટે લાભાર્થી પાસેથી કોઈ ફી અથવા ચાર્જ લેવામાં આવતો નથી.
અરજી પ્રક્રિયા દરમિયાન અરજદારે મુખ્યત્વે આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક ખાતાની વિગતો અને રેશનકાર્ડ સંબંધિત માહિતી તૈયાર રાખવી જોઈએ. માર્ગદર્શિકા મુજબ રેશનકાર્ડ ઉપલબ્ધ ન હોય તો પરિવારના સભ્યોના આધાર સંબંધિત વિગતો આપવાની જોગવાઈ છે. જો અરજદાર પાસે બેંક ખાતું ન હોય તો ઈજઈ મારફતે બેંક ખાતું ખોલવાની પ્રક્રિયામાં સહાય મળી શકે છે. આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી તથા મોબાઇલ પર મળતા ઘઝઙ દ્વારા ઓળખની ખાતરી કરવામાં આવે છે.
યોજનાનો લાભ સાચા અને પાત્ર પરંપરાગત કારીગર સુધી પહોંચે તે માટે નોંધણી બાદ ત્રણ તબક્કાની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા રાખવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ગ્રામ પંચાયત અથવા શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સ્તરે ચકાસણી થાય છે. ત્યારબાદ જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા અરજીની તપાસ અને ભલામણ કરવામાં આવે છે. અંતિમ તબક્કે સ્ક્રીનિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ લાભાર્થીનું પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સત્તાવાર નોંધણીકરણ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અમલીકરણ હેઠળ પરંપરાગત કારીગરોને યોજના સાથે જોડવાની કામગીરીને વેગ મળ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૭,૦૦૦થી વધુ વિશ્વકર્માઓની નોંધણી સફળતાપૂર્વક કરવામાં આવી છે. નોંધાયેલા અને પાત્ર કારીગરોમાંથી હાલમાં ૩,૨૮૩ જેટલા વિશ્વકર્માઓને ટૂલકિટ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૧,૫૭૪ લાભાર્થીઓને કુલ રૂ. ૧૫.૪૧ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લો વિવિધ પરંપરાગત વ્યવસાયો અને કારીગરીની સમૃદ્ધ પરંપરા ધરાવે છે. જિલ્લામાં લુહાર, સુથાર, કુંભાર, દરજી, મોચી, કડિયા, સુવર્ણકાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં પેઢી દર પેઢી કારીગરો પોતાની કુશળતા દ્વારા રોજગાર અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના દ્વારા આવા કારીગરોને તેમની પરંપરાગત કારીગરી જાળવી રાખવાની સાથે આધુનિક સાધનો, નવી કુશળતા, સસ્તું ધિરાણ અને વિશાળ બજાર સાથે જોડાવાની તક મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાત્ર કારીગરો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. નોંધણી વિનામૂલ્યે કરવામાં આવે છે. યોજનાને લગતી સત્તાવાર માહિતી માટે pmvishwakarma.gov.in http//pmvishwakarma.gov.in/ ‘પોર્ટલની મુલાકાત લઈ શકાય છે તેમજ માર્ગદર્શન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઇન ૧૮૦૦-૨૬૭-૭૭૭૭નો સંપર્ક કરી શકાય છે.

