Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!
    જામનગર

    Jamnagarમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માનસી હોટલ પાછળ પંચકોષી એ ડિવિઝન પોલીસનો દરોડો રૂ. ૫૩.૭૮ લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ, મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયા સહિત ૧૦ આરોપીઓ ફરાર

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯ઃ

    Jamnagar મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પંચકોષી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૯,૫૨૨ બોટલો સહિત કુલ રૂ. ૫૩,૭૮,૫૧૭નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં એક વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ ના ભાજપ ના મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણિયા ના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા સહિત કુલ ૧૦ આરોપીઓને ફરાર દર્શાવી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

    જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦નાં ભાજપનાં મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાનું નામ આ પ્રકરણમાં સામે આવતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. જોકે, આ મામલે પોલીસની તપાસ અને કાયદાકીય કાર્યવાહી આગળ વધવાની બાકી છે.

    રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચકોષી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ એમ. ઝાલા તથા ગીરીરાજસિંહ કે. જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયાના કબજા-ભોગવટાવાળા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.

    આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ગોડાઉન પાસે બે અશોક લેલેન્ડ પીકઅપ અને એક ટાટા છોટા હાથી વાહનમાંથી દારૂની હેરફેર અને કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અશોક લેલેન્ડ પીકઅપના ચાલક ધર્મેશભાઈ નવલભાઈ યાજ્ઞિક (ઉંમર ૩૭ વર્ષ, રહે. નવાગામ ઘેડ, સ્વામિનારાયણ સોસાયટી, જામનગર)ને ઝડપી લીધો હતો.

    પોલીસે ગોડાઉન અને વાહનોની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૯,૫૨૨ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં ત્રણ વાહનો અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૫૩,૭૮,૫૧૭ થવા જાય છે.

    ઝડપાયેલા વાહનચાલકની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેના મિત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાએ વેચાણના હેતુથી બહારથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. ગોડાઉનમાં દારૂનું કટિંગ કર્યા બાદ સ્થાનિક બુટલેગરો તથા અન્ય સંડોવાયેલા ઇસમોને વેચાણ માટે જથ્થો પહોંચાડવાનો હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી હોવાનું જણાવાયું છે.

    આ પ્રકરણમાં હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયા સહિત કુલ ૧૦ આરોપીઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે. પોલીસે તમામને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની હેરફેરમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને સ્થાનિક સ્તરે કોને વેચાણ માટે જથ્થો પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

    કબજે કરાયેલો મુદ્દામાલઃવિદેશી દારૂની ૧૯,૫૨૨ બોટલો રૂ. ૪૦,૬૮,૫૧૭,અશોક લેલેન્ડ બડા દોસ્ત પીકઅપ ( ૧૦  ૧૯૬૫)- રૂ. ૫,૦૦,૦૦૦,અશોક લેલેન્ડ દોસ્ત પીકઅપ ( ૧૦  ૬૪૭૨) રૂ. ૫,૦૦,૦૦૦,ટાટા છોટા હાથી ( ૧૦  ૭૦૫૩)- રૂ. ૩,૦૦,૦૦૦,મોબાઈલ ફોન- રૂ. ૧૦,૦૦૦,કુલ મુદ્દામાલ- રૂ. ૫૩,૭૮,૫૧૭,

    પોલીસની યાદી મુજબ ફરાર દર્શાવાયેલા ૧૦ આરોપીઓઃ૧. હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા  રાજપાર્ક, જામનગર.૨. સુનીલ ઉર્ફે ભૂતી ધનજીભાઈ દોણાસીયા  રાજપાર્ક, જામનગર.૩. સુનીલ બારૈયા  રાજપાર્ક, જામનગર.૪. દિલીપ  જૂના રેલવે સ્ટેશન પાસે, જામનગર.૫. મેરૂ રામા રબારી  પાસ્તર, ભાણવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લો.૬. યોગેશ કોળી  ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર.૭. રાહુલ રેશીયા  ભીમવાસ, જામનગર.૮. વીમલો ડોડારો  જામનગર.૯. રોહિત કોળી  શંકરટેકરી, જામનગર.૧૦. જીગો સોલંકી ખવાસ  પંચેશ્વર ટાવર, જામનગર.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ’સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૬૩મી ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ ૨૦૨૬-૨૭નું સમાપન
    Next Article ૭૩ વર્ષ પહેલા શરૂ થયેલી આ બેંકની શાખને આપ સહુ સાચવીને-જાળવીને આગળ વધારી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન : Parshottam Rupala
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ’સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૬૩મી ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ ૨૦૨૬-૨૭નું સમાપન

    October 29, 2026
    જામનગર

    Jamnagar: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ! પોલીસે આસામમાંથી આરોપીને ઝડપી લીધો

    October 28, 2026
    જામનગર

    Jamnagar: ઘરે રમવા આવતી ૧૩ વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

    October 28, 2026
    જામનગર

    Jamnagarમાં હિંગળાજ ચોકમાં દુકાન સામે બેસવાની ના પાડતાં ટ્રાન્સપોર્ટરના માથામાં પાઇપનો ઘા ઝીંક્યો

    October 27, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ટ્રકની ટક્કરથી બાઇકસવાર શ્રમિક દંપત્તિ ખંડિત, પત્નીનું કરુણ મોત

    October 27, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના ઈશ્વરિયા ગામે મકાનમાંથી રૂ. ૩.૪૦ લાખની રોકડ રકમની ચોરી, મિત્ર પર આરોપ

    October 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:57
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.