Rajkot, તા.૧
Rajkotના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટેલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટી પર પોલીસે દરોડો પાડતાં ભારે ચકચાર મચી છે. દારૂ અને હુક્કાની મહેફિલમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, તબીબો સહિત અનેક નબીરાઓ હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કુલ ૩૮ લોકો સામે ગુનો નોંધ્યો છે. રાજકોટના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં મોડી રાત્રે પોલીસની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરમિયાન હોટેલમાં મોટા પાયે દારૂ અને હુક્કાની મહેફિલ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દરોડા દરમિયાન દારૂની ૧૧ ભરેલી તેમજ ખાલી બોટલો અને હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પાર્ટીમાં સામેલ ૩૫ લોકો અને હોટેલના ત્રણ કર્મચારીઓ મળી કુલ ૩૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા સમયે સ્થળ પર હાજર ૯૭ લોકોનાં બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ હાઈપ્રોફાઈલ પાર્ટીનું આયોજન ડેકોરા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડર ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ચિરાગ પટેલે પોતાના જન્મદિવસની એડવાન્સ ઉજવણીના નામે સરાઝા હોટેલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટ અને મોરબીના બિલ્ડરો, તબીબો, ઉદ્યોગપતિઓ અને અંગત મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટીમાં મોંઘીદાટ લક્ઝરી કાર લઈને અનેક લોકો પહોંચ્યા હતા. જોકે, આ પાર્ટી હવે પોલીસ કાર્યવાહી અને રાજકીય ચર્ચાનો વિષય બની છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત ધ્રાંગધ્રાના એક ધારાસભ્યના સગા ભાઈ અને ભાભીની હાજરી છે. અહેવાલ મુજબ, બંને પાર્ટીમાં હાજર હતા અને પોલીસની કાર્યવાહીમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ખુલાસા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
પોલીસે દરોડા દરમિયાન હાજર તમામ ૯૭ લોકોનાં બ્લડ સેમ્પલ લીધાં હતાં. પ્રાથમિક તપાસમાં મહિલાઓ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું નથી. આ ઉપરાંત પાર્ટીમાં કોઈ બહારની અભિનેત્રી કે ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિને બોલાવવામાં આવી હતી કે કેમ અને હોટેલમાં અગાઉ પણ આવી પાર્ટીઓ યોજાઈ હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી બાદ તાલુકા પોલીસ સ્ટેશન બહાર જામીનદારોની ભીડ જોવા મળી હતી. પકડાયેલા લોકોને છોડાવવા માટે અનેક લોકો જામીન આપવા પહોંચ્યા હતા.
ચોંકાવનારી બાબત એ હતી કે કેટલાક જામીનદારો બિલ્ડર ચિરાગ પટેલને વ્યક્તિગત રીતે ઓળખતા ન હોવા છતાં જામીન આપવા આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પાર્ટીમાં મર્સિડીઝ, ઓડી સહિતની અનેક મોંઘીદાટ કાર જોવા મળી હતી. અહેવાલ મુજબ, કેટલીક કારના ઇન્સ્યોરન્સની મુદત પૂર્ણ થઈ ગઈ હતી. એક નંબર પ્લેટ વગરની મર્સિડીઝ કાર પણ મળી આવી હોવાનું જણાવાયું છે.
આ ઘટનાએ પોલીસની વાહન ચેકિંગ કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. સામાન્ય વાહનચાલકો સામે કડક કાર્યવાહી થતી હોય ત્યારે આવી લક્ઝરી કાર અંગે નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ જરૂરી બની છે.


પોલીસે આ કેસમાં નીચેના ૩૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છેઃ
૧. ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ
૨. નીખીલભાઈ જમનભાઈ પટેલ
૩. કૃણાલભાઈ કરણભાઈ અગ્રવાલ
૪. પલવભાઈ ધીરૂભાઈ માકડીયા
૫. મનીષભાઈ વલ્લભભાઈ પટેલ
૬. હિતભાઈ અનીલભાઈ પટેલ
૭. સ્મીતભાઈ મનસુખભાઈ રોજીવાડીયા
૮. રોહિતભાઈ મગનભાઈ સોનેપરા
૯. કૌશિકભાઈ પોપટભાઈ રાઠોડ
૧૦. ઉજાસભાઈ જમનભાઈ વાછાણી
૧૧. ધર્મેશભાઈ રમણીકભાઈ પટેલ
૧૨. ગૌરવભાઈ હરિભાઈ પટેલ
૧૩. અભયભાઈ નરેન્દ્રભાઈ જાવીયા
૧૪. સુરજભાઈ રજનીકાંતભાઈ કાનાબાર
૧૫. વિહાનભાઈ ઉજાસભાઈ વાછાણી
૧૬. દેવભાઈ મિતુલભાઈ કાલરીયા
૧૭. વીરભાઈ મિતુલભાઈ કાલરીયા
૧૮. હાર્દિકભાઈ કિરીટભાઈ ગઢીયા
૧૯. જીજ્ઞેશભાઈ ભુદરજીભાઈ સંચાણીયા
૨૦. વિરેનભાઈ જયકુમાર તલસાણીયા
૨૧. ગૌરવભાઈ ધર્મેશભાઈ વીરડીયા
૨૨. હાર્દિકભાઈ અનીલભાઈ ઠક્કર
૨૩. જેનીલ નરેન્દ્રભાઈ નથવાણી
૨૪. વત્સલ દીપકભાઈ કારીયા
૨૫. હાર્દિકભાઈ પ્રફુલચંદ્રભાઈ ગોહિલ
૨૬. ડેનીશભાઈ ચંદ્રકાંતભાઈ સેજપાલ
૨૭. ભાર્ગવભાઈ ધર્મેશભાઈ પટેલ
૨૮. જેનીશભાઈ દીપકભાઈ વસાણી
૨૯. સંદીપભાઈ પાંચાભાઈ સોરઠીયા
૩૦. દેવાંશભાઈ કમલેશભાઈ શાહ
૩૧. ગૌરવભાઈ ધીરેનભાઈ અજમેરા
૩૨. કુશ સંજયભાઈ ભાડાણીયા
૩૩. કુશલભાઈ લક્ષ્મીદાસ ભાલોડીયા
૩૪. દીપકભાઈ અમૃતલાલ કોટક
૩૫. અક્ષત શક્તિસિંહભાઈ ગોયલ
૩૬. હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ
૩૭. મનપ્રીતસિંગ ધ્યાનસિંગ
૩૮. હર્ષવર્ધનસિંહ શંભુસિંહ ચૌહાણ
રાજકોટની સરાઝા હોટેલમાં યોજાયેલી આ પાર્ટીએ ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, પાર્ટીમાં કોણે વ્યવસ્થા કરી, હોટેલ સંચાલકોની ભૂમિકા શું હતી અને અગાઉ પણ આવી પાર્ટીઓ યોજાઈ હતી કે કેમ તે બાબતો સ્પષ્ટ થશે.


