Islamabad,તા.૧
વનડે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, શાહીન આફ્રિદીની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે ૩ વિકેટ બાકી રહેતા ૩૨૬ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ફાઈનલમાં Fakhar Zaman Kumar પાકિસ્તાનની જીતનો હીરો હતો. તેણે ૯૯ બોલમાં ૧૨૭ રનની ઇનિંગ રમી હતી, જેમાં ૧૧ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા હતા. તેણે પાકિસ્તાનની ઇનિંગની શરૂઆત શાનદાર સદીથી કરી. આ સદી સાથે ફખરે કુમાર સંગાકારાની બરાબરી કરી.
વનડે ક્રિકેટમાં ૩૦૦ થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ફખર ઝમાનની આ ચોથી સદી હતી. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા અને ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રોસ ટેલરે પણ ચાર-ચાર સદી ફટકારી હતી. આ ત્રણેય ખેલાડીઓ આ યાદીમાં સંયુક્ત રીતે પાંચમા ક્રમે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ૩૦૦ થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ સદી (૧૦) ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. રોહિત શર્મા સાત સદી સાથે આ યાદીમાં બીજા ક્રમે છે, જો રૂટ છ સદી સાથે ત્રીજા ક્રમે છે અને જેસન રોય પાંચ સદી સાથે ચોથા ક્રમે છે.
આ મેચમાં, પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૩૨૫ રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે કમિન્ડુ મેન્ડિસે શાનદાર સદી ફટકારી હતી. તે ૧૨૮ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૩૧ રન બનાવી આઉટ થયો હતો. જવાબમાં, પાકિસ્તાને ૪૮.૩ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૩૩૧ રન બનાવીને મેચ જીતી લીધી. આ સદી સાથે, ફખર વનડે ફાઇનલમાં બે સદી ફટકારનાર માત્ર બીજો પાકિસ્તાની બેટ્સમેન બન્યો.
આ મેચ જીતીને, પાકિસ્તાને ભારતના ૨૪ વર્ષ જૂના રેકોર્ડની પણ બરાબરી કરી છે.વનડે ક્રિકેટના ઇતિહાસમાં, કોઈપણ ટીમે ક્યારેય ફાઇનલ મેચમાં ૩૨૬ રનથી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી. ભારતીય ટીમે ૨૦૦૨ માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ૩૨૬ રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. પાકિસ્તાને હવે શ્રીલંકા સામે આ રેકોર્ડ હાંસલ કરીને આ રેકોર્ડની બરાબરી કરી છે.

