Morbi તા.1
મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમનો દંડ ત્થા ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે રકમ ચુકવવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે.
અનિલભાઈ માવજીભાઈ ડાભીએ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલ પાસેથી મિત્રતાના સંબંધના દાવે છ માસની મુદત માટે 6 લાખ રૂપિયા લીધા હતા જે હાથ ઉછીના લીધેલ રૂપિયા અનિલભાઈ માવજીભાઈ હડીયલએ 6 લાખ રૂપિયાનો ચેક આપેલ હતો. અને આરોપીએ ફરીયાદીને પ્રોમીશરી નોટ લખી આપેલ હતી ત્યારબાદ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલે પાકતી તારીખે ચેક તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા ચેક આરોપીના એકાઉન્ટમાં પૂરતુ ભંડોળ ન હોવાના કારણે રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેમના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક મારફત નોટીશ આપી હતી.
છતાં પણ આરોપીએ ફરીયાદીને ચેકની રકમ નહી ચુકવતા ફરિયાદીએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેશ નં-4056/23 થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- 138 અન્વયે ફરીયાદ દાખલ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો.
જેમાં ફરીયાદીના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટકએ કરેલ દલીલ અને રાજુયાતોને ધ્યાને લઈને જજ એસ.એ.મેમણ સાહેબે આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની બમણી રકમ 12 લાખનો દંડ અને ચેકની રકમ 6 લાખ ઉપર ફરીયાદની તારીખથી ચુકવણી સુધીની તારીખનુ વાર્ષિક 9 ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા, વિશાલભાઈ ચાવડા તથા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.

