Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત
    અમદાવાદ

    Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩

    Ahmedabadના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્ક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રાત્રે આશરે ૯ઃ૩૦ વાગ્યે આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગના બીજા માળે આવેલી એક આઇટી  કંપનીમાં આગ ફાટી નીકળતાં અંદાજે ૩૦થી ૪૦ કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. આગ અને ધુમાડાથી બચવા માટે કેટલાક લોકો બિલ્ડિંગની બારીઓ અને છજા પાસે આશરો લઈને ઊભા રહી ગયા હતા. આ દરમિયાન જીવ બચાવવા ઉપરથી નીચે કૂદેલા બે કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે.

    આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ રચિત પટેલ તરીકે થઈ છે. તે મૂળ રાજકોટનો રહેવાસી હતો અને અમદાવાદમાં પકવાન ચાર રસ્તા નજીક પીજીમાં રહેતો હતો. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગના કારણે ગૂંગળામણ અને સામાન્ય ઈજાઓ થતાં પાંચ લોકોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ આ પાંચેયને રજા આપી દેવામાં આવી હતી.

    બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ સંદીપ ખાંભલાએ જણાવ્યું હતું કે આગની ઘટનામાં ઉપરથી નીચે પટકાવાના કારણે એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

    બીજા માળે આવેલી કંપનીમાં આગ લાગી ત્યારે અંદર ૩૦થી ૪૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગ લાગતાં જ કર્મચારીઓ બહાર નીકળવા માટે દોડ્યા હતા, પરંતુ નીચે જવા માટે એક જ સીડી હોવાથી બહાર નીકળવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. દરમિયાન ધુમાડો મુખ્ય બહાર નીકળવાના રસ્તા સુધી ફેલાઈ જતાં કેટલાક લોકો અંદર જ ફસાઈ ગયા હતા.આગની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. બિલ્ડિંગની બારીઓ પાસે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    આગના કારણે બિલ્ડિંગમાં ગાઢ ધુમાડો ફેલાતાં કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. બહાર નીકળવાનો મુખ્ય રસ્તો ધુમાડાથી ઘેરાઈ જતાં અંદર ફસાયેલા બે કર્મચારીઓએ જીવ બચાવવા માટે બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. આ ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું.

    આગની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતાં નજીકનાં ફાયર સ્ટેશનોમાંથી પાંચથી છ ફાયર ફાઈટરોની ટીમ રેસ્ક્યૂ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે એક તરફ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ સ્નોર્કલ અને સીડીની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય ત્રણ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી કૂલિંગની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે ઓફિસમાં રહેલા ફર્નિચર અને અન્ય સાધનસામગ્રીને પણ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ, પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!
    Next Article Mehsana: ગમાનપુરામાં એસીબીએ સરપંચ-તલાટીને લાંચ લેતા ઝડપ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    દિવાળી ટાણે Private Travelsની ઉઘાડી લૂંટઃ રૂ. ૫૦૦ની ટિકિટના ૧૨૦૦થી ૧૫૦૦ સુધી વધારાયા

    November 3, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026
    અમદાવાદ

    નવેમ્બરમાં Temperature સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી, શિયાળાની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ નહીં થાય

    November 1, 2026
    અમદાવાદ

    દેશભરમાં Gujarat Policeના ૬ અધિકારીઓનો ડંકોઃ રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત ’દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત

    October 31, 2026
    અમદાવાદ

    ‘Pm Modi ક્યાંય નહીં જાય’, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 21:33
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.