Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»દિવાળી ટાણે Private Travelsની ઉઘાડી લૂંટઃ રૂ. ૫૦૦ની ટિકિટના ૧૨૦૦થી ૧૫૦૦ સુધી વધારાયા
    અમદાવાદ

    દિવાળી ટાણે Private Travelsની ઉઘાડી લૂંટઃ રૂ. ૫૦૦ની ટિકિટના ૧૨૦૦થી ૧૫૦૦ સુધી વધારાયા

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩

    દિવાળી તહેવાર નજીક આવતાં જ સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોના ખિસ્સા પર ભારે બોજ આવ્યો છે. વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવવા જતા લોકો પાસેથી Private Travels સંચાલકો સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણું ભાડું વસૂલી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.

    સામાન્ય દિવસોમાં અમદાવાદથી રાજકોટ જતી સ્લીપર બસનું ભાડું ૪૦૦થી ૫૦૦ રૂપિયા હોય છે. દિવાળી નજીક આવતાં તે વધીને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. સંચાલકો જણાવે છે કે બુકિંગ વધશે તેમ ભાડું ૨૦૦૦ રૂપિયા કે તેથી વધુ થઈ શકે છે. ભાડું આટલું વધ્યા છતાં મોટાભાગની બસો ફુલ છે, કારણ કે વતન જવા માટે લોકો વધુ રકમ ચૂકવવા મજબૂર છે.

    અમદાવાદમાં નોકરી, ધંધા અને અભ્યાસ અર્થે આવેલા લાખો લોકો રહે છે. બીજા તહેવારો તેઓ શહેરમાં ઊજવે છે, પણ દિવાળી પરિવાર સાથે વતનમાં ઊજવવાનો રિવાજ છે. આ ધસારાનો લાભ લઈને ભાડાં વધારી દેવાયાં હોવાનું મુસાફરોનું કહેવું છે

    ખાનગી બસનું ભાડું સરકારી વિકલ્પો કરતાં ઘણું વધારે છે. અમદાવાદથી રાજકોટનાં ભાડાંની સરખામણી આ મુજબ છેઃ

    ખાનગી ટ્રાવેલ્સઃ ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયા કે તેથી વધુ

    વંદે ભારત ચેર કારઃ ૮૧૦ રૂપિયા

    વંદે ભારત એક્ઝિક્યુટિવ ચેર કારઃ ૧૫૦૫ રૂપિયા

    એસટી વોલ્વો બસઃ ૫૬૨ રૂપિયા

    એસટી સ્લીપર બસઃ ૩૩૨ રૂપિયા

    સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોની મુશ્કેલી વધુ મોટી છે. અહીંથી સૌરાષ્ટ્રના કોઈપણ જિલ્લામાં જવા માટે ૧૫૦૦ રૂપિયા ભાડું નક્કી કરી દેવાયું છે. ડબલ સોફા માટે ૩૦૦૦ રૂપિયા કે તેથી વધુ ચૂકવવા પડે છે. રત્નકલાકારો અને સામાન્ય વર્ગના પરિવારોનું બજેટ તેના કારણે ખોરવાઈ ગયું છે. ચાર સભ્યોનો પરિવાર વતન જઈને પાછો આવે તો માત્ર ભાડા પાછળ જ ૧૦થી ૧૨ હજાર રૂપિયાનો ખર્ચ થાય તેમ છે.

    સુરત અને અમદાવાદની કેટલીક ખાનગી ટ્રાવેલ્સઓફિસોમાં ગ્રાહક બનીને પૂછપરછ કરતાં ભાડાવધારાની હકીકત સામે આવી. ત્યાંના સ્ટાફે સીટો ઓછી હોવાનું કારણ આપીને સામાન્ય કરતાં બમણાથી વધુ ભાડું જણાવ્યું. સંચાલકોએ આ વાત ખુલ્લેઆમ સ્વીકારીઃદિવાળીમાં સૌરાષ્ટ્રના તમામ રૂટ પર આવા જ ઊંચા ભાવ રહેશે.

    ૪ અને ૫ નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થતાં જ સિંગલ સીટ કે સોફાનું ભાડું ૧૫૦૦ રૂપિયા થઈ જશે.ભાડું લાભ પાંચમ પછી જ સામાન્ય થશે.રિટર્ન મુસાફરીમાં પણ આ જ રીતે ઊંચું ભાડું વસૂલાય છે. ક્યાંક તહેવારના દિવસો માટે ૨૮૦૦થી ૩૦૦૦ રૂપિયા સુધીનાં ભાડાં બોલાઈ રહ્યાં છે.આ વસૂલાત સામે અગાઉ પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા અને ડાયમંડ વર્કર યુનિયને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગણી પણ કરી હતી. જોકે કોઈ નક્કર પગલાં ન લેવાતાં ટ્રાવેલ્સ સંચાલકો બેખોફ બનીને મનસ્વી ભાડું વસૂલી રહ્યા હોવાનો આક્ષેપ છે. દિવાળી વેકેશન શરૂ થવાની તૈયારી છે, ત્યારે મુસાફરો ઊંચા ભાડાથી બચવા ટ્રેન અથવા એસટી બસના વિકલ્પ પણ ચકાસી શકે છે. તંત્ર ખાનગી બસોના ભાડા પર અંકુશ લાવશે કે નહીં, તેના પર સૌની નજર છે.

    Private Travels
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBangladeshમાં હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન ફરી એકવાર ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા
    Next Article Jamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, કર્મચારીને રસ્તા પર પાડી ઢોર માર માર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ, જીવ બચાવવા કૂદેલા ૧ યુવકનું મોત

    November 3, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026
    અમદાવાદ

    નવેમ્બરમાં Temperature સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી, શિયાળાની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ નહીં થાય

    November 1, 2026
    અમદાવાદ

    દેશભરમાં Gujarat Policeના ૬ અધિકારીઓનો ડંકોઃ રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત ’દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત

    October 31, 2026
    અમદાવાદ

    ‘Pm Modi ક્યાંય નહીં જાય’, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 21:33
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.