Ananya Pandayએ પોતાની તસવીરો અને ઓળખના ખોટા ઉપયોગને રોકવા માટે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા
મુંબઈ, તા.૬
અભિનેત્રી Ananya Pandayને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત, AI અને ફેક તસવીરોના ઉપયોગ પર કોર્ટનો કડક આદેશ. AI દ્વારા બનાવવામાં આવેલી નકલી તસવીરો અને વીડિયોના દુરુપયોગ પર બોમ્બે હાઈકોર્ટ તરફથી બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેને મોટી રાહત મળી છે. સોશિયલ મીડિયા પર કોઈની પણ તસવીર લઈને તેનો મનફાવે તેમ ઉપયોગ કરવો હવે આસાન નહીં રહે. ખાસ કરીને ત્યારે, જ્યારે મામલો કોઈ મહિલાની ઓળખ અને સન્માન સાથે જોડાયેલો હોય.
AI દ્વારા બનાવવામાં આવેલી નકલી તસવીરો અને વીડિયોના દુરુપયોગ પર બોમ્બે હાઈકોર્ટ તરફથી બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેને મોટી રાહત મળી છે. સોશિયલ મીડિયા પર કોઈની પણ તસવીર લઈને તેનો મનફાવે તેમ ઉપયોગ કરવો હવે આસાન નહીં રહે. ખાસ કરીને ત્યારે, જ્યારે મામલો કોઈ મહિલાની ઓળખ અને સન્માન સાથે જોડાયેલો હોય. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની તસવીરો અને AIથી બનાવવામાં આવેલા ફેક કન્ટેન્ટનો ઉપયોગ કરનારાઓને બોમ્બે હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે એક્ટ્રેસની પ્રાઈવસી અને પર્સનાલિટી રાઈટ્સનું ધ્યાન રાખતા વાંધાજનક કન્ટેન્ટ તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે.
હકીકતમાં, Ananya Pandayએ પોતાની તસવીરો અને ઓળખના ખોટા ઉપયોગને રોકવા માટે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમનું કહેવું હતું કે કેટલીક કંપનીઓ તેમની પરવાનગી વગર પોતાની પ્રોડક્ટ્સના પ્રમોશનમાં તેમની તસવીરોનો ઉપયોગ કરી રહી છે. આટલું જ નહીં, છૈંની મદદથી તેમની નકલી તસવીરો અને વીડિયો પણ બનાવવામાં આવી રહ્યા હતા. અનન્યાએ આવા લોકો અને કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.લાઈવ લો ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, જસ્ટિસ માધવ જામદારે પોતાના વચગાળાના આદેશમાં જણાવ્યું કે આ પ્રકારનું કન્ટેન્ટ અનન્યાની પ્રાઇવસી, ઓળખ અને સન્માનને નુકસાન પહોંચાડી શકે છે. કોર્ટે આવા તમામ વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવાનો આદેશ આપ્યો છે.પોતાની ઓળખ અને પર્સનાલિટી રાઈટ્સના દુરુપયોગ સામે કોર્ટમાં પહોંચનાર અનન્યા પહેલી બોલિવૂડ સેલિબ્રિટી નથી.
આ પહેલાં સલમાન ખાન, અનિલ કપૂર, જેકી શ્રોફ, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, કરણ જોહર, નાગાર્જુન, અરિજિત સિંહ અને કુમાર સાનૂ જેવા કલાકારો પણ પોતાના નામ, અવાજ, ચહેરા અને તસવીરોના ખોટા ઉપયોગને રોકવા માટે કોર્ટના શરણે જઈ ચૂક્યા છે.તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કૃતિ સેનને પણ રાહત આપી હતી. કોર્ટે તેની અશ્લીલ ડીપફેક ઈમેજ, નકલી એકાઉન્ટ અને તેની ઓળખને ખોટા ઉપયોગ કરનાર છૈં ચેટબોટસ વિરુદ્ધ સીમિત વચગાળાની સુરક્ષા આપી હતી. ૨૯ ઓકટોબર ૨૦૨૬ના રોજ આદેશમાં કોર્ટે કેટલીકત ખાસ લિંક અને કન્ટેટ દૂર કરવાના નિર્દેશ આપ્યા. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે ખબરો, ફિલ્મ રિવ્યૂ, ટિપ્પણી, વ્યંગ્ય અને ફએન દ્વારા બનાવેલા કન્ટેન્ટ પર આ આદેશથી રોક નહિ લાગે.

