Ahmedabad, તા.૯
અમદાવાદના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક મોટી સુવિધા મળી છે. શહેરના જોધપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૧૫.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અદ્યતન નોલેજ હબનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નોલેજ હબ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અહીં વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન, અભ્યાસ અને પરીક્ષાની તૈયારી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ નોલેજ હબનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસાધનો અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. ખાસ કરીને ેંઁજીઝ્ર, ય્ઁજીઝ્ર સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ કેન્દ્રનો લાભ મળશે. વિદ્યાર્થીઓ એકાગ્રતાપૂર્વક વાંચન કરી શકે અને પોતાની પરીક્ષાની તૈયારી વધુ સારી રીતે કરી શકે તે દિશામાં આ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૧૫.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ નોલેજ હબમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
નોલેજ હબના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરના શૈક્ષણિક વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવ્યો હતો.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે યોગ્ય માર્ગદર્શનની સાથે શાંત વાતાવરણ અને અભ્યાસની સારી સુવિધાઓ પણ અત્યંત જરૂરી છે. જોધપુરમાં શરૂ થયેલું આ નોલેજ હબ અમદાવાદના વિદ્યાર્થીઓને આવી સુવિધાઓ પૂરી પાડશે. ખાસ કરીને ઘરેથી અભ્યાસ માટે પૂરતી જગ્યા કે અનુકૂળ વાતાવરણ ન ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ કેન્દ્ર ઉપયોગી સાબિત થઈ શકે છે. શહેરના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ નોલેજ હબ એક મહત્વપૂર્ણ ઉમેરો બની રહેશે.

