Mumbai, તા.૧૪
Juhi Chawlaએ એક ટિ્વટ કરી તેને મુંબઇની હવામાં કેરોસીન કે ડિઝલ બળતું હોય એવી વિચિત્ર વાસ સતત આવી રહ્યાની ફરિયાદ કરતાં સવાલ કર્યો હતો કે આ શેની વાસ છે તે મને કોઇ સમજાવશે? બીજા કોઇને પણ આવી વાસ આવતી હોય તો મને જણાવશો.જુહીના આ ટિ્વટ પર સેંકડો લોકોએ જાતભાતના જવાબો આપ્યા હતા. કોઈએ લખ્યું હતું કે આ તો વિકાસનો વઘાર થયો છે. કોઈએ કહ્યું હતું કે આ તો અમૃતકાળની સુગંધ છે, તમારે તનો આનંદ માણવો જોઈએ.
એક ચાહકે તો જુહીને દિયા મિર્ઝાની સંગત નહીં કરવાની સલાહ પણ આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે દિયા પર્યાવરણને લગતા પ્રશ્નો ઉઠાવતી રહે છે. તાજેતરમાં બીએમસીએ ખુદ દિયાને આમંત્રણ આપીને તેનો ગ્રીન ફટાકડાની તરફેણ કરતો વીડિયો પોતાના હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો પરંતુ રાજકીય વિવાદ બાદ તે ડિલીટ કર્યો હતો.છેલ્લા કેટલાય સમયથી ચાહકો ફરિયાદ કરી રહ્યા છે કે બોલિવુડ સેલિબ્રિટીઓ ૧૦-૧૨ વર્ષ પહેલાં પેટ્રોલ ભાવવધારા સહિતના મુદ્દે સ્પષ્ટ મંતવ્યો આપતા હતા પરંતુ હવે તેઓ મોટાભાગે મૂક રહે છે.આ સંદર્ભમાં ચાહકોએ જુહીની પોસ્ટ અંગે અનેક કોમેન્ટ કરી હતી.
આ અગાઉ સોની રાઝદાન, રીચા ચઢ્ઢા, ભૂમિ પેડણેકર અને દિયા મિર્ઝાએ પણ મુંબઇના પ્રદૂષણ બાબતે સોશિયલ મિડિયા પર તેમની ચિંતાઓ વ્યક્ત કરી હતી. સોની રાઝદાને તો ફટાકડાં ફોડનારાઓને દેશવિરોધી સુદ્ધાં ગણાવ્યા હતા. જ્યારે રિચા ચઢ્ઢાએ સ્લો પોઇઝનિંગથી મરવા માટે મુંબઇગરાં આટલો બધો ટેક્સ કેમ ભરે છે તેવો કટાક્ષભર્યો સવાલ ઓક્ટોબરમાં તેની પોસ્ટમાં કર્યો હતો.

