પં.ડો. હિતેષ એ. મોઢા જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત – પોરબંદર
(૧) મેષ — આ સપ્તાહે અધૂરાં કે લટકતાં કામકાજ પૂર્ણ થઈ જશે તેવી સંભાવના. ઈલેક્ટ્રિસિટી સંબંધિત ઉત્પાદનના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે, પરંતુ સાથે ભારે ભાગદોડ કે લાંબા પ્રવાસ થાય તેવી પૂરી શક્યતા. આ સિવાય અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધલાભદાયક નીવડશે, ધંધા-ઉદ્યોગમાં નવી નવી તક મળવાની સંભાવના. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભ સાથે બઢતીની પણ સંભાવના. મિત્ર સાથે તણાવવાળું વાતાવરણ રહેવાની શક્યતા. મહિલાકર્મી, ગૃહિણી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. ૨૦ નવેમ્બર સરેરાશ નીવડશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ — આ સપ્તાહે ઉદ્યોગ-વ્યાપાર હેતુ લાંબા પ્રવાસ થશે તેવી પૂર્ણ સંભાવના . પોલી-ક્લોથ, રેડીમેડ ગારમેન્ટ તથા ફેશન એસેસરીઝ સંબંધિત તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા અને જથ્થાબંધ માલના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. આ સિવાય અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડવાની સંભાવના. વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ૧૯ નવેમ્બર સાધારણ જણાશે.
(૩) મિથુન — આ સપ્તાહે કોઈપણ નવાં કામકાજ શરૂ ન કરવાં, સાથોસાથ અગત્યના નિર્ણયને પણ મુલતવી રાખવા. મરીન-રિલેટેડ ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ સાનુકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સંઘર્ષવાળું નીવડશે. જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. છૂટક તથા નાના (ફેરી) વ્યાપારિક એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે, આથી કાર્યક્ષેત્ર અને નોકરીમાં વિશેષ તકેદારી રાખવી. મહિલાકર્મી, નિવૃત્ત, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૭ નવેમ્બર સાવ સરેરાશ નીવડશે.
(૪) કર્ક — આ સપ્તાહે બલિષ્ઠ બુધ એવમ શનિવાળા જાતક એવમ સંત, મહંત, કથાકારોએ વિશેષ કાળજી રાખવી, અન્યથા વાયરલ થવાની પૂરી શક્યતા. તમામ પ્રકારના એન્જિનિયરિંગ એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે દોડધામવાળું તથા આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું નીવડશે. કુટુંબીજન કે સગાં દ્વારા સાથ-સહકાર અકબંધ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા પરિશ્રમી (ઉદ્યમી) માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ૨૧ નવેમ્બર મધ્યમ જણાશે.
(૫) સિંહ — વૈધ (લીગલ) શેરબજારના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. મશીનરીના ઔદ્યોગિક એકમના જાતક સમેત તમામ મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહે કુટુંબીજનો સાથે અગાઉ થયેલા વિખવાદનો સુખદ અંત આવશે તેવી પૂરી શક્યતા. ગૃહિણી, મહિલાકર્મી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨૦ તથા ૨૧ નવેમ્બર અર્ધ-સામાન્ય નીવડશે.
(૬) કન્યા — આ સપ્તાહે પૃથ્વી તત્વ સંબંધિત ઔદ્યોગિક-વ્યાપારિક એકમના જાતકને મોટો લાભ મળશે તેવી પૂર્ણ સંભાવના. કુટીર એવમ નાના ઔદ્યોગિક એકમથી લઈને મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા લાભદાયક નીવડશે. રંગ તેમજ રસાયણના જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ચડાવ-ઉતારવાળું જણાશે. આ સિવાયના વ્યાપારિક એકમના જાતક માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલાકર્મી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૮ તથા ૨૦ નવેમ્બર સામાન્ય રહેશે.
(૭) તુલા — જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. સૌંદર્ય પ્રસાધન એવમ ફેશન, પેકેજ્ડ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ તેમજ તેને સંબંધિત ઔદ્યોગિક એકમ તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યો લાભ થશે તેવી સંભાવના; વ્યાપારિક એકમના જાતક તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે, પરિવાર સાથે સુમેળ અકબંધ રહેશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ૧૫ નવેમ્બર સાધારણ નીવડશે.
(૮) વૃશ્ચિક — દૂષિત તથા નીચસ્થ મંગળવાળા જાતકોએ આ સપ્તાહ દરમિયાન વિશેષ કાળજી લેવી. સીસીટીવી કેમેરા એન્ડ સિક્યુરિટી સિસ્ટમ સંબંધિત એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. તમામ પ્રકારના, તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નાના તથા છૂટક (ફેરી) વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ-પ્રતિકૂળ નીવડશે. સગા તથા સ્નેહીજન વચ્ચે હળવો ખટરાગ થશે તેવી સંભાવના. વિદ્યાર્થી, ગૃહિણી, મહિલાકર્મી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨૦ તથા ૨૧ નવેમ્બર મધ્યમ રહેશે.
(૯) ધન — તમામ પ્રકારના સર્વિસ બિઝનેસ તથા કન્સલ્ટિંગ ફર્મ્સના જાતક તથા વિવિધ પ્રકારના વૈધ સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ પણ બહુ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. ફાર્મા-કેમિકલના ઔદ્યોગિક-વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ ભારે વ્યસ્ત જણાશે. જથ્થાબંધ સમેત નાના તથા છૂટક (ફેરી) કરતા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. મહિલાકર્મી, નિવૃત્ત, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૦ નવેમ્બર સાવ સરેરાશ નીવડશે.
(૧૦) મકર — જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા જાતક એવમ સ્ટાર તથા સેલેબલ પર્સન માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. આઈટી () તથા સોફ્ટવેર ડેવલપમેન્ટ એકમના જાતક માટે પણ આ સપ્તાહ અત્યધિક લાભદાયક તથા અનેક નવી તકવાળું નીવડશે. નાના તથા કુટીર ઔદ્યોગિક એકમવાળા જાતક માટે આ સપ્તાહ અનેક નવી તકવાળું તથા લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી જણાશે. ૧૭ નવેમ્બર સાધારણ જણાશે.
(૧૧) કુંભ — આ સપ્તાહે જેટલી આવક તેટલી જ જાવક રહેશે તેવી પૂરી શક્યતા, આથી સમજી-વિચારીને ખર્ચા કરવા. સર્વિસ બિઝનેસ એવમ કન્સલ્ટિંગ ફર્મ્સના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું તેમજ લાભકારી નીવડશે. પ્રવાહી જ્વલનશીલ પદાર્થ સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ પરંતુ લાભદાયક રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૫ તથા ૧૬ નવેમ્બર સામાન્ય જણાશે. (પનોતીનો ઉપાય, શ્રમદાન.)
(૧૨) મીન — સ્વગૃહી અથવા ઉચ્ચસ્થ શુક્ર તેમજ સ્વગૃહી અથવા ઉચ્ચસ્થ શનિ ધરાવતા આ રાશિના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યો ધનલાભ થવાની પ્રબળ સંભાવના. પ્લાસ્ટિક, સ્પોન્જ તથા અન્ય ફોર્મ તથા કૃત્રિમ લેધર જેવા મટિરિયલના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા અર્ધપ્રતિકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાવ સરેરાશ અથવા અર્ધપ્રતિકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૦ નવેમ્બર સામાન્ય નીવડશે. (પનોતીનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન.)

