Washington,તા.18
અમેરિકામાં ઓનલાઈન નેટવર્કમાં પહેલા માઈક્રોસોફટ 365 ક્રેશ થયા બાદ હવાઈ સેવા નિયંત્રીત કરતા નેટવર્કને ટાર્ગેટ બનાવાયા અને હવે બેન્કીંગ નેટવર્ક નિશાન પર છે તે સમયે હવે અમેરિકી ન્યુઝ-પોર્ટલ પર સાયબર હુમલા થતા છેલ્લા થોડા દિવસની આ ઘટનામાં હવે આપસમાં સંકળાયેલી હોવાનો સંદેહ સર્જાય છે.
આજે ઝુલ, એમએમબીસી, સીએનએન, બીબીસી ઉપરાંત ફર્નિચર બ્રાન્ડ આઈડીયા સહિત 178 વેબ પોર્ટલ પર સાયબર હુમલા થયા હતા. જેમાં સાયબર ચાંચીયાએ ક્રિપ્ટોકરન્સી ચોરવાનો પ્રયાસ કર્યો હતો તથા આઈફોનમાં પણ ઘુસવા પ્રયાસ કર્યો હતો.
આ માલવેર જે `ઓપ્ટીઝેલી’ વેબપોર્ટલમાંથી ઉદભવ્યો હતો તેણે 178 વેબપોર્ટલને નિશાન બનાવ્યા હતા. આ માલવેરની સ્ક્રીપ્ટમાં ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ એડ્રેસ બદલવા અને તેને સાયબર હુમલાખોરના વેલટ સાથે જોડવા અને જયારે યુઝર્સ તેના ક્રેડીટ કાર્ડની માહિતી કોઈ સ્થાને અપલોડ કરવા પ્રયાસ કરે તો તે માહિતી ચોરી લેવા તથા સ્ક્રીનશોટ પણ પાડી લેવા સહિતની છેતરપીંડી કરવાનો પ્રયાસ થયો હતો. આ તમામ એવી વેબસાઈટને નિશાન બનાવાઈ હતી. જયાં યુઝર્સ સૌથી વધુ વખત જતા હોય છે. આ માલવેર જાવા સ્ક્રીપ્ટથી તૈયાર કરાયો હતો.
હવે તેનાથી ખરેખર કેટલુ નુકશાન થયુ છે તેની માહિતી મેળવાઈ. પરંતુ હેકર્સ આ ઉપરાંત કેટલાક આઈફોન તથા આઈપેડ યુઝર્સને પણ ટાર્ગેટ કર્યા છે તથા તેના નેટવર્કમાં ઘુસવા પ્રયાસ કર્યા હતા.
જો કે મોટાભાગની વેબ પોર્ટલ પર આ માલવેર ક્નટેન્ટ દુર કરવામાં સફળતા મળી છે પણ જે રીતે અગાઉ બેન્કો નાણાકીય સંસ્થાઓને નુકશાન કરવા પ્રયાસ થયા હતા તેનાથી નિષ્ણાંતો ચોકી ઉઠયા છે. ખાસ કરીને આ પ્રકારના હુમલામાં કોઈ ગ્રુપે હજુ જવાબદારી સ્વીકારી નથી.

