New Delhi,તા.18
ભારતમાં ઘરોમાં પડેલુ પાંચ ટ્રીલીયન ડોલરનું સોનુ વિશ્વનો સૌથી મોટો ખજાનો ગણાય છે અને તેની સાથે તે સલામતી પણ છે પણ સોનાના ભાવમાં થયેલા વધારાથી હવે લોકો સોના સામે ધિરાણને પણ મહત્વ આપવા લાગ્યા છે.
બેન્કો તથા નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના રિટેલ ધિરાણમાં સોના સામે લોનનું ધિરાણ 18.8% વધીને રૂા.182.2 લાખ કરોડ નોંધાયુ છે. ખાસ કરીને હવે લોકો ઝડપી અને કાગળની કોઈ મોટી જરૂરિયાત વગર સોના સામેના ધિરાણને મહત્વ મળી રહ્યા છે.
દેશમાં કુલ સોના ધિરાણ રૂા.23.3 લાખ કરોડ થયું છે જે સૌથી મોટુ રિટેલ ધિરાણ બની ગયુ છે. ખાસ કરીને જે રીતે સોનાના ભાવમાં મોટો વધારો થયો છે તેથી આ ધિરાણ આંકડા પણ વધ્યા છે.
ગોલ્ડ લોન બાદ હાઉસીંગ લોન એ બીજું સૌથી મોટુ રિટેલ ધિરાણ બની રહ્યું છે અને તે 25.1% ના ધિરાણ સાથે કુલ 46.4 લાખ કરોડ પહોંચ્યું છે તો નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓનું વર્તમાન લોન ધિરાણ પણ વધ્યુ છે.
આ ધિરાણ રૂા.2 લાખથી રૂા.10 લાખ સુધીનું છે અને તે 1.1% વધારે નોંધાયું છે. ગોલ્ડ લોન સરેરાશ રૂા.2.2 લાખની અપાઈ છે. જયારે રૂા.5 લાખ કે તેથી વધુની લોનનું પ્રમાણ 40% જેટલું છે.

