New Delhi,તા.૧૯
ભારત આર્થિક પાયમાલીના આરે હોવાનો આરોપ મુકનાર રાહુલ ગાંધીએ સરકાર પર વધુ એક પ્રહાર કર્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાને બદલે લોકશાહીને બચાવવા સતત લડતા રહેવાનું જાહેર કર્યું છે.
વિરોધપક્ષ બીન લોકતાંત્રીક ભારતને સ્વીકારવા તૈયાર નહિં હોવાનું જાહેર કરતા લોકસભાનાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે વિરોધપક્ષ ચૂંટણી લડવાનું જારી રાખશે અને સતા પક્ષ દ્વારા થતી ચૂંટણી ગરબડની પોલ ખોલશે.તેઓએ એવો તર્ક રજુ કર્યો હતો કે ચૂંટણીનાં બહિષ્કારની ચૂંટણી સિસ્ટમ-કાયદેસરતા નબળી પડી જશે.
કોલંબીયા બાદ રાહુલ ગાંધી ઈલિનોઈસમાં શિકાગો યુનિવર્સીટીમાં પહોંચ્યા હતા અને ઈરાન યુદ્ધ તથા દુનિયામાં ભારતની ભૂમિકા વિષય પર સંબોધન કર્યું હતું. તેઓએ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં કથિત-ખામી-ગરબડો છેવટે બહાર આવી જશે વિપક્ષી કાર્યકરોને ચૂંટણી ન લડવાનું બહિષ્કાર કરવાનું કહેવામાં આવે તો તેઓનું શુ થશે?
ચૂંટણી ન લડવામાં આવે તો તે જ ક્ષણે ભારતીય લોકશાહીનાં પાયાને ખતમ નહિં થવા દે વિપક્ષની રણનીતિ પીછેહઠ કરવાની છે.ચૂંટણી ગેરરીતિને જનતા સમક્ષ લઈ જવામાં આવશે અને સમગ્ર વ્યવસ્થા ધ્વસ્ત થઈ ચુકી હોવાનો અહેસાસ કરાવવામાં આવશે.
લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા વિશે તેમણે કહ્યું કે ચૂંટણી સીસ્ટમને તોડવા કે ખોરવવા માંગતા નથી વિપક્ષ ચૂંટણી બહિષ્કાર જાહેર કરશે તો સમગ્ર પ્રક્રિયા જ ગેરકાયદે બની જશે વિપક્ષ આવુ નહિં કરે વિપક્ષને ચૂંટણી પંચમાંથી જ માહીતી મળી રહી છે અને ગેરરીતી જાહેર થતાં સંસ્થામાં બદલાવ આવશે.
તેઓએ 2024 ની ચૂંટણીની કાયદેસરતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય કયારેય ભારત નહિં આવેલી બ્રાઝીલની મહિલાના નામે પડેલા 23 વોટનો ઉલ્લેખ કર્યો હતો. 2014 ની ચૂંટણીમાં પણ ગરબડ થયાની શંકા હતી.

