Los Angeles તા.19
આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં દુનિયાની ટોચની ગણાતી અમેરીકી કંપની એન્થ્રોપીકએ આઈપીઓ મારફત 107.3 બીલીયન ડોલર મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ 956.4 મિલીયન અને તેના સ્થાપકોએ 23.6 મીલીયન શેર 83 ડોલર પ્રતિ શેરના ભાવે વેંચ્યા છે અને તેની સાથે કંપનીએ અગાઉના સ્પેસએકસના રેકોર્ડને પણ તોડયો છે. હજુ પાંચ વર્ષ પહેલા જ સ્થપાયેલી કંપનીમાં આ પ્રકારે આઈપીઓ મારફત 107.3 બીલીયન ડોલર મેળવવા એ આઈપીઓનો સૌથી મોટો રેકોર્ડ છે.
અને તેની સાથે જ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ કંપનીઓમાં આઈપીઓની એક નવી દોર શરૂ થઈ ગઈ છે. એન્થ્રોપીકના એઆઈ મોડલ દુનિયામાં શ્રેષ્ઠ ગણાય છે કંપનીએ જે 107.3 બીલીયન ડોલર ઉઘરાવ્યો છે તેની ભારતીય ચલણમાં કુલ કિંમત 10.02 લાખ કરોડ થવા જાય છે.
અને ભારતીય બેંકર ઉદય કોટકે તેના પર ટવીટ કરતા લખ્યું કે ભારતની ટોચની 10 કંપનીઓના કુલ માર્કેટ કેપ કરતા એક અમેરીકી કંપનીએ આઈપીઓ મારફત આ જંગી રકમ ઉઘરાવી છે. કોટકે લખ્યુ કે, તેની સાથે ભારતીય કંપનીઓના ગ્લોબલ વેલ્યુએશનનો પણ પ્રશ્ર્ન ઉભો થાય છે. તેમણે એ પણ ઉમેયુર્ં કે પાંચ વર્ષ પહેલા સ્થપાયેલી એન્થ્રોપીક કલોડથી જાણીતી બની. અને હવે આઈપીઓથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

