Wellington તા.19
ભારત સામેનાં પ્રથમ ટેસ્ટ મેચમાં આજે પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડનો પ્રારંભીક ધબડકો થયો હતો 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી જોકે ત્યારબાદ નિકોલસ અને ફીલીપ્સે બાજી સંભાળીને વધુ રકાસ અટકાવ્યો હતો.
પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. બુમરાહે આવતા વેત તરખાટ સજર્યો હોય તેમ લેથમને શુન્ય રને આઉટ કર્યો હતો.કમ્બોજે કોન્વેને 4 રને આઉટ કર્યો હતો. રચીનનો આકાશદીપે 15 રનમાં શિકાર કર્યો હતો. મીચેલ 1 તથા બ્લેન્ડેલ 5 રને બુમરાહની બોલીંગમાં આઉટ થયા હતા. ત્યારબાદ નિકોલસ અને ફીલીપ્સે વધુ રકાસ અટકાવ્યો હતો.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કીવીઝનાં પાંચ વિકેટે 232 રન થયા હતા. નિકોલસ 108 તથા ફીલીપ્સ 88 રને દાવમા હતા. ભારત તરફથી બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.

