Mumbai,તા.૧૯
બોલિવૂડમાં હાલ એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે ચર્ચા જાગી છે, જેના કેન્દ્રમાં અભિનેત્રી દીયા મિર્ઝા અને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છે. દીયા મિર્ઝાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે, જેમાં તેમણે કામ કરવાના અનુભવને લઈને એવી વાતો લખી છે જેનાથી સોશિયલ મીડિયા પર અટકળો શરુ થઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે આ પોસ્ટમાં દીયાએ નવાઝુદ્દીન સિદ્દીકીને પણ ટેગ કર્યા હતા.જોકે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ પીઆર (PR) સ્ટંટ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક યુઝરે તો આખા મામલાને પીઆર સાથે જોડતા લખ્યું કે આજકાલ બધું જ પીઆર હોય છે. હકીકતમાં, દીયા મિર્ઝા અને નવાઝુદ્દીન સિદ્દીકી ટૂંક સમયમાં જ રોહન સિપ્પીની મેડિકલ ડ્રામા વેબ સિરીઝ ‘ડૉ. હસન’માં સાથે જોવા મળવાના છે.
દીયાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, ‘નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવું કોઈ ખરાબ સપના જેવું છે. ન તો વાત કરવાની તમીઝ છે અને એટીટ્યુડ તો અલગ જ લેવલનો છે. બિલકુલ ઓફેન્સિવ કેરેક્ટર.’ આ પોસ્ટ સામે આવતા જ લોકોમાં સવાલો ઉઠવા લાગ્યા કે બંને વચ્ચે આખરે શું બન્યું છે?આ સમગ્ર મામલામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત નવાઝુદ્દીન સિદ્દીકીને ટેગ કરવાની રહી. દીયાની પોસ્ટ બાદ લોકોએ બંને વચ્ચે શૂટિંગ દરમિયાન કોઈ વિવાદ કે અણબનાવ થયો હોવાની અટકળો લગાવવાની શરૂ કરી દીધી.દીયાની આ પોસ્ટ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીનો જવાબ પણ ચર્ચામાં આવ્યો છે. તેમણે કોમેન્ટમાં વળતો પ્રહાર કરતા લખ્યું કે, ‘એટીટ્યુડમાં ખામી કાઢવી સરળ છે, કામમાં ખામી કાઢીને બતાવો.’ નવાઝના આ જવાબ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અને ચાહકો પણ બે જૂથમાં વહેંચાયેલા જોવા મળ્યા. કેટલાક લોકો દીયાની વાતનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક નવાઝના જવાબને દમદાર ગણાવી રહ્યા છે.

