Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા
    • Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો
    • જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો
    • Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી
    • પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ
    • હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI
    • પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi
    • First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»વહેલી પરોઢથી લીલી પરિક્રમાનો મંગલ પ્રારંભ : બે લાખ ભાવિકોનું રૂટ પર પ્રયાણ
    જૂનાગઢ

    વહેલી પરોઢથી લીલી પરિક્રમાનો મંગલ પ્રારંભ : બે લાખ ભાવિકોનું રૂટ પર પ્રયાણ

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh તા.20
    જુનાગઢ ગીરનાર પર્વતની લીલી પરિક્રમા માટે ગઈકાલે ગુરૂવાર સાંજ સુધીમાં લાખો યાત્રાળુઓ ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા હતા અને સાંજે પરિક્રમાના પ્રવેશદ્વાર ઈટવા અને રૂપાયતન ગેઈટ પાસે ઉમટી પડતા વન તંત્ર અને વહીવટી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો હતો.

    ગત સાંજે રાત્રે પ્રવેશ નહીં મળતા યાત્રાળુઓએ ચુલા પેટાવી ભોજનની મોજ માણી હતી. આખરે આજે શુક્રવારે સવારે છ કલાકે ઈટવા ગેઈટથી ભાવિકોએ પરિક્રમા પ્રવેશ માટે અનુમતિ મળતા જ સવારના 6થી 10 કલાક સુધીમાં બે લાખ લોકો (ભાવિકો)એ યાત્રાના નિર્ધારીત રૂટ મુજબ પ્રયાણ કરતા લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે.

    લીલી પરિક્રમા વિધીવત રીતે આજે શુક્રવારે મધરાતે બાર કલાકે સંતો, મહંતો, સાધુઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં પ્રારંભ થાય તે પૂર્વે જ આજે વહેલી સવારથી યાત્રાનો પ્રારંભ કરવાની તંત્રને ફરજ પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    ગત વર્ષોની માફક આ વર્ષે પણ યાત્રાળુઓના પ્રથમ દિવસના ધસારાને ધ્યાને લેતા આ વર્ષે અંદાજે 4 લાખથી વધુ ભાવિકો ઉમટે તેવી શકયતા છે.  36 કિ.મી.ની પાવનકારી કઠીન લીલી પરિક્રમાના ચાર પડાવ જીણા બાવાની મઢી, માળવેલા, બોરદેવી સહિતના સ્થળોએ અન્નક્ષેત્રમાં ભકિત, ભોજન, ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.

    યાત્રા રૂટ પર વહીવટી તંત્ર દ્વારા પાણી, આરોગ્ય, સુરક્ષા સહિતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભોજન માટે વિવિધ સંસ્થાઓના અન્નક્ષેત્રો શરૂ થયા છે, વિશ્રામ માટે પણ ચાર પડાવ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વન વિભાગ અને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા સાથે જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

    ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન લાખો ભાવિકોને આરોગ્યલક્ષી તકલીફના સમયે તાત્કાલિક અને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમાના સમગ્ર રૂટ સહિત ભવનાથ વિસ્તારમાં ચોવીસ કલાક અવિરત તબીબી સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને સિવિલ હોસ્પિટલના સંકલનથી કુલ 35 મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે.

    આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનોજ સુતરિયાએ જણાવ્યું હતું કે, પરિક્રમાના રૂટ પર 10 કામચલાઉ દવાખાનાં શરૂ કરવામાં આવશે. જેમાં મેડિકલ ઓફિસર સહિતનો જરૂરી સ્ટાફ ઉપલબ્ધ રહેશે અને ભાવિકોને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવશે.

    આ ઉપરાંત 6 આયુષ મેડિકલ ઓફિસરની ટીમો તથા ચાલુ વર્ષે વધારાની 19 પેરામેડિકલ ટીમો પણ આરોગ્ય સેવાઓમાં જોડાશે. આમ, કુલ 35 મેડિકલ ટીમો દ્વારા અંદાજે 223 તબીબી અને પેરામેડિકલ સ્ટાફના સહયોગથી ભાવિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

    પરિક્રમા દરમિયાન કોઈ ભાવિકને વધુ સારવારની જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક નજીકના દવાખાને અથવા જરૂર જણાય તો સિવિલ હોસ્પિટલમાં ખસેડી શકાય તે માટે 11 ઍમ્બ્યુલન્સ ઉપરાંત 108ની 4 ઍમ્બ્યુલન્સ પણ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.

    ગિરનાર ગિરીવરની ગોદમાં કારતક સુદ-11થી કારતક સુદ-15 (પૂર્ણિમા) સુધી ગિરનારની લીલી  પરિક્રમા  યોજાનાર છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સાથે રાજય-દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને  સાધુ સંતો અને લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ કરતા જંગલ ભજન, ભકિત, ભોજન ત્રિવેણી સંગમથી ગુંજી ઉઠયું છે. આજે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે.

    'Leeli Parikrama' Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePanchayat ની પાંચમી સીઝન આવતા મહિને રજૂ કરાશે
    Next Article સિઝનમાં પ્રથમવાર ઠંડીનો ચમકારો : 10 શહેરોમાં 14 થી 18 ડિગ્રી તાપમાન
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026
    ગુજરાત

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026
    રાષ્ટ્રીય

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026
    મુખ્ય સમાચાર

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    મુખ્ય સમાચાર

    First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન

    November 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,233
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,225
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,534
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-11-2026 17:47
    Categories
    Latest News

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026
    Search
    Main News

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026

    Upleta: ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી ગયો

    November 20, 2026

    જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ Ukraine નો રશિયા પર હુમલો

    November 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.