New Delhi,તા.23
સેલ્ફ હીલિંગ એસ્ફાલ્ટ પેવમેન્ટ માઈક્રો કેપ્સૂલને વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદના કેન્દ્રીય રસ્તા અનુસંધાન સંસ્થાન (સીઆરઆરઆઈ) અને રાષ્ટ્રીય રસાયણ પ્રયોગશાળા (એનસીએલ) પુણેએ સાથે મળીને વિકસાવ્યું છે. તેમને રસ્તાની સૌથી ઉપરની પરત તૈયાર કરતી વખતે ડામરમાં ભેળવવામાં આવે છે.
રસ્તામાં તિરાડ પડવાથી થતા દબાણ અને ખેંચાણથી માઈક્રો કેપ્સૂલનું બહારનું આવરણ તૂટી જાય છે. તેનાથી અંદર ભરેલું પ્રવાહી રસાયણ (રીજુવેનેટર) બહાર નીકળીને તિરાડની આસપાસ ફેલાઈ જાય છે.
તે જૂના ડામરને ફરીથી લચીલું બનાવવાની સાથે તિરાડોને ભરી દે છે. તેનાથી રસ્તો ક્ષતિગ્રસ્ત થવાથી બચી જાય છે. દાવો છે કે આ ટેકનિકથી રસ્તાની ઉંમર આશરે બે વર્ષ સુધી વધે છે. સીઆરઆરઆઈએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને પ્રસ્તાવ મોકલીને તેનો વાસ્તવિક ઉપયોગ કરવાની મંજૂરી માંગી છે.
ગરમ ડામરમાં પીગળતા નથી કેપ્સૂલ
રસ્તાના નિર્માણ સમયે ગરમ ડામરમાં ભેળવવા પર કેપ્સૂલ પીગળતા નથી. સીઆરઆરઆઈ મુજબ, આ કેપ્સૂલ કદમાં 2 થી 3 એમએમનું હોય છે. તેનું બહારનું આવરણ ઈપોક્સી અને કેલ્શિયમ એલ્જિનેટથી બનેલું હોય છે. કેપ્સૂલ 200 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે.
આ રીતે કરે છે કામ
* ડામરમાં વિશેષ રસાયણથી ભરેલા નાના કેપ્સૂલ ભેળવવામાં
આવશે.
* રસ્તામાં તિરાડ પડવા પર કેપ્સૂલ તૂટશે, રીજુવેનેટર રસાયણ બહાર નીકળશે.
* જૂના ડામરને ફરીથી લચીલું બનાવવાની સાથે તિરાડો ભરવામાં મદદ કરશે આ કેપ્સૂલ.

