Mumbai, તા.23
શેરબજાર-કરન્સી માર્કેટમાં તેજી સોના-ચાંદી બીટકોઈનમાં સળંગ મંદી બાદ હવે નવા સપ્તાહમાં ઉથલાવવાનો દોર શરૂ થયો છે. શેરબજાર મોટી તેજી સાથે 84000 કુદાવી ગયા બાદ ધડામ થયુ હતું. સોના-ચાંદીમાં કડાકાનો સિલસિલો થંભ્યો હતો અને જોરદાર તેજી થઈ હતી.
શેરબજારમાં આજે ગેપઅટ ખુલ્યુ હતું અનેકવિધ પોઝીટીવ કારણો વચ્ચે ઓલરાઉન્ડ લેવાલી હતી. વિદેશી સંસ્થાઓએ છેલ્લા દિવસોમાં સવા લાખ કરોડની ખરીદી કરી હોવાના આંકડાકીય રિપોર્ટથી તેજીને ટેકો મળી ગયો હતો.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે એકધારી તેજી બાદ નફારૂપી વેચવાલી સાથેનું કરેકશન અપેક્ષીત જ હોય છે. આવતીકાલે રજાને કારણે આજે અઠવાડીક એકસપાયરી હોવાથી ઉભા વેપાર આધારીત વધઘટ હોઈ શકે છે.
શેરબજારમાં આજે કલ્યાણ જવેલર્સ વિશાલ મેગામાર્ટ, ટીસીએસ, શ્રીરામ ફાઈનાન્સ , અંબર એન્ટરપ્રાઈઝ, યસ બેંક, એપોલો હોસ્પીટલ, આઈશર મોટર્સ, મીશો, એચસીએલ ઈન્ફો, પતંજલી વગેરેમાં ઉછાળો હતો.જયારે ટાટા સ્ટીલ, કેનેરા બેંક, યુનિયન બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેન્ક, વોડાફોન, ટાટા કેપીટલ, જીયો પ્લેટફોર્મ, સ્વાન ડીફેન્સ, જેવા શેરોમાં ગાબડા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ ઉંચામાં 84662 થયા બાદ ગગડયો હતો નીચામાં 83210 થઈને 83572 સાંપડયો હતો. નિફટી 126 પોઈન્ટ તૂટીને 25674 હતો તે ઉંચામાં 25992 તથા નીચામાં 25567 હતો.
કરન્સી માર્કેટમાં બોલર સામે રૂપિયો પણ તેજી બાદ તૂટયો હતો જે 20 પૈસાનાં ઘટાડાથી 92.88 હતો. બીજી તરફ સોના-ચાંદીમાં સળંગ મંદી બાદ જોરદાર તેજી થઈ હતી. વિશ્વ બજારમાં સોનું 76 ડોલર ઉંચકાઈને 3611 ડોલર થયુ હતું. ઘર આંગણે વાયદામાં 3000 નો ઉછાળો સુચવતુ હતું ચાંદી 3200 ના ઉછાળાથી 1.51 લાખ થઈ હતી.

