Wellington તા.23
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ મેચ કોઈ પરિણામ વિના ડ્રો જાહેર થયો હતો. ભારતને જીતવા માટે 8 વિકેટની જરૂર હતી. પરંતુ કિવીઝ બેટરોની લડાયક બેટીંગથી માત્ર ત્રણ જ વિકેટ ખેડવી શકયુ હતું. મેચ ડ્રો જાહેર કરાયો ત્યારે ન્યુઝીલેન્ડના પાંચ વિકેટે 239 રન થયા હતા સાથે વેલિંગ્ટનમાં 58 વર્ષથી ટેસ્ટ મેચ ન જીતવાનો રેકોર્ડ હજુ અકબંધ રહ્યો છે.
ભારતે આજે મેચના છેલ્લા દિવસે જીતનો ટારગેટ રાખ્યો હતો પરંતુ સફળ થયો ન હતો. ન્યુઝીલેન્ડે બે વિકેટે 119ના જુમલેથી દાવ આગળ ધપાવ્યો હતો. ભારતીય બોલરોની વેધક બોલીંગથી વધુ ત્રણ વિકેટ ખડી હતી.
ચાના સમય પુર્વે કિવીઝની પાંચ વિકેટ ખડી ગઈ હતી. પરંતુ ત્યારબાદ ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલીપ્સની જોડીએ ભારતીય બોલરોને હંફાવ્યા હતા તેના 259 બોલમાં 63 રનની ભાગીદારી કરીને ટીમને હારના જોખમમાંથી બચાવી લીધી હ્તી અને મેચ ડ્રોમાં પરિણમ્યો હતો.
ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 368 રન બનાવ્યા બાદ ભારતીય બેટરોની અફલાતુન બેટીંગથી ભારતે 9 વિકેટે 720 રન ખડકીને દાવ ડીકલેર કર્યો હતો. બીજા દાવમાં ન્યુઝીલેન્ડને 352 રનની ખાધ હતી અને ઓલઆઉટ કરીને મેચ જીતવાનો દાવ ખેલ્યો હતો પરંતુ યજમાન ટીમે ધીમી અને લડાયક રમત સાથે મેચ બચાવી લીધો હતો. ભારત વતી પ્રથમ ઈનિંગમાં પંચ સહિત બે ખેલાડીએ સદી ફટકારી હતી. ઉપરાંત ગીત, રાહુલ જેવા અન્ય ખેલાડીઓએ અફલાતુન પ્રદર્શન કર્યુ હતું.
બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ મેચ ડ્રો થયો છે. હવે બીજો મેચ જીતીને ભારત ટેસ્ટ શ્રેણી જીતવાનો ટારગેટ રાખશે. ટી20 તથા વનડે શ્રેણી અગાઉ જ જીતી લીધી છે.

