Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય
    • Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી
    • Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન
    • Morbi and Surendranagar સહિત 9 કોર્પોરેશનને સરકાર વિનામુલ્યે જમીન આપશે
    • રાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન
    • Bisleri Water ના સેમ્પલ ફેલ, FSSAIની મોટી કાર્યવાહી
    • ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક
    • Sachin Tendulkar ગ્લોબલ પીસ ઓનર્સથી સન્માનિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Morbi and Surendranagar સહિત 9 કોર્પોરેશનને સરકાર વિનામુલ્યે જમીન આપશે
    ગુજરાત

    Morbi and Surendranagar સહિત 9 કોર્પોરેશનને સરકાર વિનામુલ્યે જમીન આપશે

    Vikram RavalBy Vikram RavalNovember 23, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.23
    મુખ્યમંત્રી  ભૂપન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ આપવા અને જમીન મેળવવા માટે ઊભા થતા આર્થિક ભારણને ઘટાડવા મહત્વનો નિર્ણય કર્યો છે.

    આ નિર્ણય અંતર્ગત મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. સુવિધાઓ માટે સરકારી જમીન વિના મુલ્યે ઉપલબ્ધ કરાવવાનો માર્ગ સરળ બનશે.

    મહેસુલ વિભાગના ઠરાવ મુજબ રાજ્ય સરકાર દ્વારા નવી રચાયેલી નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ; એમ 9 મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં નાગરિક સુવિધાઓના વિસ્તરણ, વહીવટી માળખાના નિર્માણ અને શહેરી વિકાસ માટે સરકારી જમીનની જરૂરિયાત ઊભી થઈ છે.

    નવી મહાનગરપાલિકાઓ પાસે પૂરતી જમીન ઉપલબ્ધ ન હોવા તથા જમીન ખરીદવા માટે આર્થિક ભારણ ઊભું થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જમીન ફાળવણીની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે.

    આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓ માટે જમીન મેળવવામાં રાહત મળશે અને વિકાસકાર્યો માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાને વેગ મળશે.

    નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં વિવિધ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે 11 પ્રકારની સુવિધાઓ માટે જમીન ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ —  પાણી પુરવઠાના કામો, સોલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામગીરી, બાળવાડી (આંગણવાડી), ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને ક્નવેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે.

    મહેસુલ વિભાગના ઠરાવ મુજબ, દર્શાવેલા હેતુઓ માટે એક હેક્ટરની મર્યાદામાં સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાય; તેવી જોગવાઈ કરવામાં આવી છે. એક હેક્ટરથી વધુ જમીનની માંગણી અથવા ગૌચર જમીનની માંગણીના કિસ્સામાં રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

    જમીન ફાળવણીની કામગીરી ગુજરાત જમીન મહેસૂલ નિયમો, 1972ના સંબંધિત નિયમો અને ઠરાવમાં દર્શાવેલી જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. જમીન મેળવવા માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે i-ORA પોર્ટલ મારફતે કલેક્ટરને અરજી કરવાની રહેશે. આથી જમીન ફાળવણીની પ્રક્રિયાને વ્યવસ્થિત અને પારદર્શક વહીવટી માળખા હેઠળ આગળ ધપાવી શકાશે.

    જાહેર સુવિધાઓ માટે ગૌચર જમીનની જરૂરિયાત ઊભી થાય, તો ગૌચર નીતિ અને ઠરાવમાં દર્શાવેલી શરતો અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. ગૌચર જમીન ફાળવવામાં આવે તે કિસ્સામાં તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. એક હેક્ટરથી વધુ જમીન અથવા ગૌચર જમીનની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી રહેશે.

    ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે. જમીનની માલિકી સરકારની જ રહેશે અને જમીનના ગામ નમૂના નં. 7માં કબજેદાર તરીકે ‘  સરકાર’ તથા અન્ય હક્કમાં ‘શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ’ દર્શાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

    જો ફાળવવામાં આવેલી જમીનનો નિર્ધારિત હેતુ માટે ઉપયોગ ન થાય અને સરકારને અન્ય જાહેર હેતુ માટે જમીનની જરૂરિયાત ઊભી થાય, તો ઠરાવમાં દર્શાવેલી જોગવાઈ અનુસાર જમીન પરત લેવાની કાર્યવાહી કરી શકાશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન
    Next Article Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    રાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન

    November 23, 2026
    અમદાવાદ

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026
    ગુજરાત

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026
    ગુજરાત

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026
    ગુજરાત

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    ગુજરાત

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,402
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹125,337
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-11-2026 13:48
    Categories
    Latest News

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026

    રાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન

    November 23, 2026

    Bisleri Water ના સેમ્પલ ફેલ, FSSAIની મોટી કાર્યવાહી

    November 23, 2026

    ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક

    November 23, 2026
    Search
    Main News

    ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક

    November 23, 2026

    America ના પહેલાં રાષ્ટ્રપતિના વાળ રૂા.3.5 લાખમાં વેચાયાં

    November 23, 2026

    લક્ઝમબર્ગની કંપનીએ બનાવી Special Space Lab 2030 માં લોન્ચ કરવાની તૈયારી

    November 23, 2026

    11 આસિયાન દેશોનાં પ્રવાસીઓને Free E-Visas મળશે

    November 23, 2026

    દર 10માં એક યુઝર internet ની આદતનો શિકાર

    November 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.