Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો
    ગુજરાત

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    Vikram RavalBy Vikram RavalNovember 21, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.21
    રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે સવારનું તાપમાન 3 થી 4 ડિગ્રી સુધી ગગડતા આજે પણ લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. સામાન્ય રીતે દિવાળી પહેલા ઠંડીનો ચમકારો શરૂ થાય છે. પરંતુ ચાલુ વર્ષે હવે ઉતર-પૂર્વનાં પવનો શરૂ થતા ઠંડીની શરૂઆત થોડી મોડી થઇ છે.

    દરમ્યાન આજરોજ રાજયના મોટા ભાગના સ્થળોએ તાપમાન નીચુ ઉતર્યુ હતું. સૌથી વધુ ઠંડી 11.4 ડિગ્રી સાથે અમરેલી અને 11.8 ડિગ્રી સાથે નલિયામાં નોંધાઇ હતી. તો રાજકોટમાં પણ ચાલુ સિઝનનો 13.2 ડિગ્રી સાથે સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.

    જયારે અમદાવાદમાં 16, વડોદરામાં 13.4, ભુજમાં 17.3, ભાવનગરમાં 16.8, દમણમાં 15.2, ડિસામાં 16, દિવમાં 15.8, દ્વારકામાં 19.1, ગાંધીનગરમાં 12, કંડલામાં 17.2 તથા ઓખામાં 21.4, પોરબંદરમાં 14, સુરતમાં 16.6, સુરેન્દ્રનગરમાં 16.4 અને વેરાવળમાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

    દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ  જયારે અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં આજથી ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થતાં હવે શિયાળાની ધીમે ધીમે જમાવટ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.

    નવેમ્બર મહિનાના અંતિમ તબક્કામાં પ્રવેશવાની સાથે જ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે. ખાસ કરીને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના પગલે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે.

    અમરેલીમાં ચાલુ વર્ષે અત્યાર સુધી લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રીની આસપાસ રહેતા લોકોને શિયાળાની ખાસ ઠંડીનો અનુભવ થયો ન હોતો. જોકે, હવે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં તાપમાનનો પારો ધીમે ધીમે ગગડવાની શક્યતા વચ્ચે ઠંડીનો અહેસાસ વધશે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાપમાનમાં સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળશે.

    દરમિયાન આજે અમરેલીમાં એક જ દિવસમાં 7 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા લઘુત્તમ તાપમાન 11.4  ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું.

    આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં શિયાળાની અસર વધુ સ્પષ્ટ બનવાની સંભાવના છે. આમ, અમરેલી જિલ્લામાં હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધતાં લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવાનો સમય નજીક આવી રહ્યો છે.

    જામનગરમાં દેવ ઉઠી અગિયારસ એ જ શિયાળો બેસી ગયો હોય તે અને તાપમાનનો પારો 4.5 ડિગ્રી નીચે સરસ કયો છે. હવે શિયાળાની ઠંડી ધીમે ધીમે જમાવટ કરી રહી છે. જેના કારણે  સુધી તાપમાન 15.5 ડિગ્રી રહેતાં લોકો વહેલી સવારે  ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે.

    જામનગર વાસીઓએ કબાટમાંથી ગરમ કપડાં પરી પહેરવાનું કટ આવી ગયો છે શિયાળાની ઠંડીએ આજે ચમકારો દેખાતા જ શહેરીજનોની સાથે સાથે પશુ પક્ષીઓ ઉપર પણ ઠંડીની અસર જોવા મળી હતી.

    આમ જામનગર શહેરમાં ગરમ કપડાની માર્કેટમાં આ ઠંડીને લીધે ઘરમાં આવી ગયો છે  જામનગરમાં હવે શિયાળાની ઠંડી નો હિસાબ શરૂ થયો છે શહેરમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ  તાપમાનમાં 4.5 ડિગ્રીનો મોટો ઘટાડો થતાં આજે લઘુતમ તાપમાનનો પારો 15.5 ડિગ્રી નોંધાયો હતો આમ પારો  નીચે  સરકતા સાથે જ લઘુતમ તાપમાન નીચે પહોંચી ગયું છે.

    જેથી ઠંડી વધતા શહેરીજનો  ગરમ કપડા પહેરવાનો વખત આવી ગયો છે.તો  ગરમ કપડાની માર્કેટમાં પણ ગરમાંંવો આવવા આવ્યો હતો. આજની આ ઠંડીને લીધે પશુ પક્ષી ઉપર પણ તેની સીધી અસર જોવા મળતી હતી.

    જામનગર જિલ્લા કલેકર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન નો પારો 15.5 ડિગ્રી નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી હતું તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું છે જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક  4.2 કિમીની નોંધાય છે.

    ભાવનગર શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી ગગડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે સવારે લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાનની સાથે બપોરે મહત્તમ તાપમાન ગગડીને 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની અસરથી તાપમાનમાં ઘટાડો થયો છે.

    બીજી તરફ, 24 કલાક અગાઉ લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, જેમાં નોંધપાત્ર ઘટાડો થઈને આજે 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. આજે શનિવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ઝડપ 4 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

    તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારે ફરવા નીકળતા લોકો અને નોકરી-ધંધે જતા લોકોએ ગરમ કપડાંનો ઉપયોગ કરવો પડ્યો હતો. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan
    Next Article Somnath માં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ : સહેલાણી માટે વિશેષ આકર્ષણો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026
    અન્ય રાજ્યો

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026
    મુખ્ય સમાચાર

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026
    ગુજરાત

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026
    ગુજરાત

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    રાષ્ટ્રીય

    પાક. મંત્રીને તાજમહલ અને નિઝામુદીનની દરગાહ જવાની માંગ ભારતે ફગાવી દીધી

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,241
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,317
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,322
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-11-2026 13:48
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.