Mumbai, તા.૨૫
રામ ગોપાલ વર્માએ એક્સ પર પોતાનો ડિજિટલ ક્લોન તૈયાર કરી મુકી દીધો છે જે કોઇપણ સવાલોના જવાબો રામુની સ્ટાઇલમાં આપે છે. રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે હવે હું મર્યા બાદ પણ મારા વિચારો દ્વારા લોકોની વચ્ચે જીવિત રહીશ. એક એઆઇ એન્જિનિયરે મારો આ ડિજિટલ ક્લોન બનાવ્યો છે.રામ ગોપાલ વર્માના ડિજિટલ ક્લોનના પહેલા પાના પર જણાવ્યું છે કે મારા નવા વર્ઝનમાં ઘણાં નવા ફિચર્સ ઉમેરવામાં આવશે. આ ડિજિટલ ક્લોન મારા દોસ્તોને ઓળખી કાઢશે. મારી પસંદ અનુસાર ફિલ્મોની સમીક્ષા કરશે અને પોતે પણ કથાઓ લખશે. જેના પરથી એઆઇ દ્વારા લાંબી ફિલ્મ પણ બનાવી શકાશે.ગયા વર્ષે રામ ગોપાલ વર્માએ શિક્ષણ પર એક લાંબી પોસ્ટ મુકી શિક્ષણ ખતમ થઇ ગયું હોવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે જો એઆઇ લાખો કેસ વાંચી થોડી સેકન્ડઝમાં જ દર્દીઓની બિમારીનું નિદાન કરી શકતું હોય તો મેડિકલ સ્ટુડન્ટે આ શીખવા માટે દસ વર્ષ બગાડવાની શી જરૂર છે? આ કોઇ ડરામણી કલ્પના નથી પણ આજની હકીકત છે.

