New Delhi, તા.૨૫
શેખ હસીનાની વાપસી પહેલાં બાંગ્લાદેશમાં ૨૭-૨૮ નવેમ્બરે દેશવ્યાપી લૉકડાઉનનું એલાન, અવામી લીગે મૂકી ૮ મોટી શરતો. બાંગ્લાદેશ ફરી એકવાર રાજકીય અસ્થિરતાના વમળમાં ફસાતું જોવા મળી રહ્યું છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ ૧૬ ડિસેમ્બરે સ્વદેશ પરત ફરવાની જાહેરાત કરતાં જ દેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. તેમની વાપસીના એલાન વચ્ચે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ૨૭ અને ૨૮ નવેમ્બરે સમગ્ર દેશમાં લૉકડાઉનનું એલાન કર્યું છે.બાંગ્લાદેશ ફરી એકવાર રાજકીય અસ્થિરતાના વમળમાં ફસાતું જોવા મળી રહ્યું છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ ૧૬ ડિસેમ્બરે સ્વદેશ પરત ફરવાની જાહેરાત કરતાં જ દેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. તેમની વાપસીના એલાન વચ્ચે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ૨૭ અને ૨૮ નવેમ્બરે સમગ્ર દેશમાં લૉકડાઉનનું એલાન કર્યું છે. એટલું જ નહીં, પાર્ટીએ સરકાર સમક્ષ ૮ મહત્ત્વપૂર્ણ માંગણીઓ પણ રજૂ કરી છે. બીજી તરફ, દેશના વિવિધ વિસ્તારોમાં હિંસા અને વિરોધ પ્રદર્શનોની ઘટનાઓને પગલે રાજકીય સંકટ વધુ ઘેરું બનવાની આશંકા છે.બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર શેખ હસીનાનું નામ કેન્દ્રસ્થાને આવ્યું છે. લાંબા સમયથી ભારત ખાતે નિર્વાસિત જીવન વિતાવી રહેલાં પૂર્વ વડાંપ્રધાને ૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ તારીખ બાંગ્લાદેશના વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.શેખ હસીનાની આ જાહેરાત બાદ અવામી લીગના કાર્યકરો ફરી સક્રિય થયા છે. પાર્ટી દ્વારા મંગળવારે વિવિધ સ્થળોએ મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનો વધુ તેજ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે અવામી લીગે ૨૭ અને ૨૮ નવેમ્બરે દેશવ્યાપી લૉકડાઉનનું એલાન કરીને સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીની મુખ્ય માગણી શેખ હસીના અને તેના નેતાઓ સામેની કાનૂની કાર્યવાહી પાછી ખેંચવા તથા અવામી લીગ પરનો પ્રતિબંધ દૂર કરવાની છે.શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની તારીખ જાહેર કરી હોવા છતાં તેમની વાપસીનો માર્ગ સરળ દેખાતો નથી. બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે શેખ હસીના સામેનો કેસ અને સજા કાનૂની પ્રક્રિયા હેઠળ આવે છે. સરકાર તેમના પ્રત્યાર્પણની માંગ કરી ચૂકી છે અને તેઓ પરત ફરે તો કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે.શેખ હસીનાની વાપસી અંગે સરકાર અને અવામી લીગ વચ્ચેનો આ વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે. ખાસ કરીને ૧૬ ડિસેમ્બરની તારીખ નજીક આવતાં દેશની રાજકીય સ્થિતિ પર સૌની નજર રહેશે.બાંગ્લાદેશમાં વધતા રાજકીય તણાવ વચ્ચે જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ અને વિપક્ષના નેતા શફીકુર રહેમાને પોતાનો ઑસ્ટ્રેલિયા અને મલેશિયાનો પ્રવાસ ટૂંકો કર્યો છે. તેઓ ૨૪ નવેમ્બરે ઑસ્ટ્રેલિયાથી સ્વદેશ પરત ફર્યા છે.તેમના પ્રવાસમાં ફેરફાર પાછળ દેશની વર્તમાન પરિસ્થિતિ અને વડાપ્રધાન તારિક રહેમાન સાથે સંભવિત રાજકીય ચર્ચા પણ એક કારણ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.શેખ હસીનાની વાપસીના એલાન અને દેશમાં વધતી રાજકીય ગરમાગરમી વચ્ચે જમાત-એ-ઇસ્લામીના વડાની આ સક્રિયતા પણ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

