(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬ઃ
મહેન્દ્રનગર ગામમાં રહેતા ૫૫ વર્ષીય મહિલા દશેક વર્ષથી ડાયાબીટીસ બીમારીથી પીડાતા હોય અને બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે સીએનજી પંપ પાછળ રહેતા કૈલાશબેન રમણીકભાઈ પરમાર (ઉ.વ.૫૫) નામની મહિલા ગત તા. ૨૫ ના રોજ પોતાના ઘરે રૂમમાં સીલીંગ ફેન સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક કૈલાશબેન છેલ્લા દશેક વર્ષથી ડાયાબીટીસની બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છેં પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે

