AI આધારિત ઓર્થોપેડિક રોબોટથી ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીનો પ્રારંભ
Rajkotતા.૨૬ઃ
સૌરાષ્ટ્રની અગ્રણી NABH-માન્યતા પ્રાપ્ત સુપર-સ્પેશિયાલિટી હેલ્થકેર સંસ્થા વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા આજે અત્યાધુનિક અઈં-આધારિત રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી (AI-Based Robotic-Assisted Knee Replacement Surgery) પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. દર્દી સેવાના ૨૦મા વર્ષમાં પ્રવેશેલી એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટમાં AI આધારિત ઓર્થોપેડિક રોબોટની મદદથી ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂ કરવામાં આવી છે. પરંપરાગત ઘૂંટણ રિપ્લેસમેન્ટની સાથે આ નવી સુવિધા ઉપલબ્ધ થતાં રાજકોટ અને સૌરાષ્ટ્રના યોગ્ય દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી ગયા વિના રાજકોટમાં જ રોબોટિક સહાયવાળી સર્જરીનો વિકલ્પ મળશે.
અત્યાધુનિક નિદાન અને સર્જિકલ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ શ્રેષ્ઠ તબીબી પરિણામો અને સંવેદનશીલ દર્દી-સેવા માટે પ્રતિબદ્ધ છે. હોસ્પિટલની ૨૦ વર્ષની આ સફરમાં ૧૪ લાખથી વધુ OPD દર્દીઓ અને બે લાખ જેટલા ઇમરજન્સી દર્દીઓએ સારવાર મેળવી છે. આ ઉપરાંત હૃદયરોગ, ક્રિટિકલ કેર, કેન્સર, ગેસ્ટ્રો, જનરલ સર્જરી સહિત વિવિધ ગંભીર અને જટિલ બીમારીઓ માટે હજારો દર્દીઓને વિશિષ્ટ સારવાર આપવામાં આવી છે. સમય સાથે બદલાતી આરોગ્ય જરૂરિયાતોને અનુરૂપ વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા આધુનિક ટેકનેલોજી, અનુભવી નિષ્ણાત તબીબો અને દર્દીકેન્દ્રિત સારવારને સતત પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં હવે હવે હોસ્પિટલમાં AI આધારિત ઓર્થોપેડિક રોબોટની મદદથી ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂ થઈ છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટના સિનિયર કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. રૂપેશ મહેતાના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ સુવિધા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને વધુ સચોટ, સુરક્ષિત. ઝડપી અને પીડારહિત રિકવરીની નવી આશા આપે છે.

તીવ્ર ઓસ્ટિઓઆર્થરાઈટિસ (ઘૂંટણનો ઘસારો), સાંધાના જૂના દુખાવા અને ચાલવામાં પડતી મુશ્કેલીઓથી પીડાતા દર્દીઓ માટે રોબોટિક-આસિસ્ટેડ સર્જરી પરંપરાગત સર્જરીની મર્યાદાઓને દૂર કરે છે. આ ટેકનોલોજીમાં અદ્યતન ૩ઉ મેપિંગ અને AI-આધારિત પ્લાનિંગનો ઉપયોગ કરીને સર્જરી પહેલાં જ દરેક દર્દીના ઘૂંટણની રચનાનું ચોક્કસ વર્ચ્યુઅલ મોડેલ તૈયાર કરવામાં આવે છે. સર્જરી દરમિયાન રોબોટિક ટેકનોલોજી સર્જનને સબ-મિલિમીટરની ચોકસાઈ
સાથે માર્ગદર્શન આપે છે, જેનાથી તંદુરસ્ત હાડકાં, લિગામેન્ટ્સ અને આસપાસના સ્નાયુઓને કોઈ નુકસાન થતું નથી. આ પધ્ધતીથી સર્જરી કરાવનાર દર્દીઓને માટે મુખ્ય ફાયદાઓ આ મુજબ છે. (૧) અત્યંત સચોટ પરિણામ (Sub-Millimeter Precision) – ૩D જોઈન્ટ મેપિંગ દ્વારા દર્દીની કુદરતી શારીરિક રચના મુજબ ઈમ્પ્લાન્ટનું સચોટ ફિટિંગ થાય છે. (૨) ઓછો દુખાવો અને નહિવત રક્તસ્ત્રાવ સ્નાયુઓ અને ટીશ્યુને ઓછું નુકસાન થવાથી ઓપરેશન બાદ દુખાવો ઘણો ઓછો રહે છે. (૩) ઝડપી રિકવરી મોટાભાગના દર્દીઓ સર્જરીના ૨૪ કલાકમાં જ સહારા સાથે ચાલવાનું શરૂ કરી દે છે અને ટૂંક સમયમાં રોજિંદા જીવનમાં પરત ફરે છે. અને (૪) કુદરતી અહેસાસ અને લાંબું આયુષ્ય સાંધાનું યોગ્ય એલાઈનમેન્ટ રહેવાથી નવો સાંધો કુદરતી લાગે છે અને ઈમ્પ્લાન્ટનું આયુષ્ય વધે છે.
આ અંગે વધુ માહિતી આપતા વોકહાર્ટ હોસ્પિટલ્સના સેન્ટર હેડ ડૉ. દુષ્યંત પટેલ જણાવે છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને ઘર નજીક નિષ્ણાત સારવાર મળી રહે એ અમારી સેવાયાત્રાનું કેન્દ્ર રહ્યું છે. વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ દર્દી સેવાના ૨૦માં વર્ષમાં પ્રવેશી છે ત્યારે સારવારમાં સમયાનુકૂળ નવી તકનીકનો સમાવેશ કરવાની દિશામાં અમે વધુ એક પગલું ભર્યું છે. એઆઈ આધારિત રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂ થતાં દર્દીઓને રાજકોટમાં જ આ સારવારનો વિકલ્પ મળશે. નિષ્ણાત પરામર્શથી લઈને સર્જરી, ફિઝિયોથેરાપી અને અનુસંભાળ સુધીની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવી એ આ પહેલનો ઉદ્દેશ છે.
એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ એ સૌરાષ્ટ્ર વિસ્તારની ૨૨૭ બેડની અગ્રણી NABH અને NABL માન્યતા પ્રાપ્ત સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આજે હોસ્પિટલમાં કાર્ડિયાક સાયન્સિસ, ન્યૂરોસાયન્સિસ, ઓન્કોલોજી, ઓર્થોપેડિક્સ, ગેસ્ટ્રો સાયન્સિસ, યુરોલોજી, ક્રિટિકલ કેર, જનરલ અને મિનિમલ એક્સેસ સર્જરી સહિતની મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ ઉપલબ્ધ છે. વોકહાર્ટ હોસ્પિટલના મોડ્યુલર લેમિનાર એર ફ્લો (Laminar Air Flow) ઓપરેશન થિયેટર, ક્રિટિકલ કેર સપોર્ટ અને ૪૦થી વધુ વીમા કંપનીઓ સાથે કેશલેસ મેડિક્લેમની સુવિધા સાથે અહીં એક જ છત નીચે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે.

