(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬ઃ
કચ્છ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે બોલેરોને પાછળના ભાગે ટક્કર મારી હતી જેથી બોલેરો ગાડીમાં ભરેલ ટાઈલ્સ રોડ પર વેરવિખેર થઇ જતા નુકશાની થવા પામી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ભુજ તાલુકાના કુકમાં ગામના રહેવાસી નારાયણભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.૪૮) વાળાએ ટ્રક આરજે ૧૪ જીએલ ૭૨૫૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ ના રોજ સાંજે પોણા છ વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાની બોલેરો જીજે ૧૨ સીટી ૭૬૮૭ લઈને માળિયા-કચ્છ હાઈવે પર હરીપર ગામના બ્રીજ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી બોલેરોને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં બોલેરો ગાડીમાં ભરેલ ટાઈલ્સમાં નુકશાન કરી રોડ પર વેર વિખેર કરી નાખી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

