Surat,તા.૧૯
વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, સુરત જિલ્લાના એક ગામમાં વિધર્મીએ નામ બદલી સગીરાને પ્રેમ શાળામાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, ત્યારબાદ સગીરા ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો હતો,એક મૌલવીએ બન્નેના લગ્ન કરાવ્યા હોવાની વાત પણ સામે આવી છે, સમગ્ર હકીકત બહાર આવતા મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો છે.
સુરત જિલ્લાના એક ગામમાં વર્ષ ૨૦૧૬માં એક સગીરા એક સગીરના સંપર્કમાં આવી હતી અને સગીરે પોતે હિન્દુ છે અને પોતાનું નામ જેનિસ હોવાનું જણાવી દોસ્તી કરી હતી અને બાદમાં સગીરા પ્રપોઝ કરી તું મને બહુ ગમે છે ,તારા વગર રહી નહી શકું, હું તને ખૂબ પ્રેમ કરું છે તે કહી વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ જઈને અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો. જેને પગલે સગીરા ગર્ભવતી થઈ જતા બહારથી દવા લાવી ગર્ભપાત કરાવી દીધો હતો.
આ વ્યક્તિનું નામ જેનીશ નહી પણ અન્ય છે તેવું સગીરાને ખબર પડી ગઈ હતી. ત્યારે વિધર્મીએ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સગીરાનું ફૈઝા નામ ધારણ કરાવી ગાડીમાં બેસાડી અને દાઢીવાળા મૌલવી પાસે લઈ ગયો હતો. જ્યાં મૌલવીએ બન્નેના લગ્ન કરાવી દીધા હતા.
આમ સમગ્ર ઘટના ની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા મહુવા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી દાઢીવાળા અજાણ્યા મૌલવી ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

