Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi
    • ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત
    • સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૨૬

    શહેરમાં છેતરપિંડીના કેસમાં પાલ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઉત્તર પ્રદેશના નોઇડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીને પોલીસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

    પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં વિઝા અને વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને લોકોને ભોળવીને પૈસા વસૂલવાની ફરિયાદો મળી રહી હતી. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

    આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસની મદદથી આરોપીનો લોકેશન ટ્રેસ કરવામાં આવ્યો હતો, જે ઉત્તર પ્રદેશના નોઇડામાં હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. શાહના નેતૃત્વમાં ટીમ નોઇડા પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ (ઉંમર ૨૫) તરીકે થઈ છે. તે મૂળ ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામનો રહેવાસી છે અને હાલમાં નોઇડાના શતાબ્દી વિહાર વિસ્તારમાં રહેતો હતો. આરોપી પોતે વર્ક પરમિટ અને વિઝા સંબંધિત કામ કરતો હોવાનો દાવો કરીને લોકોનો વિશ્વાસ જીતતો અને ત્યારબાદ છેતરપિંડી આચરતો હતો.

    પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ કલમો તેમજ આઇ.ટી. એક્ટ ૨૦૦૦ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીએ આવા પ્રકારની છેતરપિંડીના કુલ ૬ ગુનાઓ આચર્યા છે, જેને પણ પોલીસે ડિટેક્ટ કર્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા આરોપી પાસેથી એક એપલ કંપનીનો આઇફોન ૧૩ પ્રો (અંદાજિત કિંમત રૂ. ૩૦,૦૦૦) અને એક કી-પેડ વાળો ૈીંંઙ્મ કંપનીનો મોબાઇલ (કિંમત રૂ. ૧,૦૦૦) કબજે લેવામાં આવ્યા છે. આ મોબાઇલ ફોનનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવતો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

    આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. શાહ સાથે એ.એસ.આઇ. ભરતભાઈ પિયુષભાઈ, હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ અજભાઈ તેમજ પોલીસ કર્મચારીઓ જિગ્નેશભાઈ પ્રવિણભાઈ અને ભાવેશકુમાર બાબલાલની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ હવે આરોપીને સુરત લાવી વધુ પૂછપરછ કરી રહી છે અને તેની સામે અન્ય કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલુ રાખી છે. સાથે જ, પોલીસ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે વિઝા અથવા વર્ક પરમિટ અપાવવાના બહાને કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા આપતા પહેલાં સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે.

    આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઓનલાઈન અને વિદેશ મોકલવાની લાલચ આપતા ઠગો સામે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. પોલીસ દ્વારા આવી ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    સુરત

    નકલી નોટ છાપનારા દેશદ્રોહી છે, કોઈને છોડવામાં નહીં આવે,મંત્રી Praful Panseria

    March 21, 2026
    સુરત

    Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે બન્યું ‘સોફ્ટ ટાર્ગેટ’?

    March 21, 2026
    સુરત

    Surat સામાન્ય બોલાચાલ બની જીવલેણ, બે મિત્રોએ જ મિત્રને પતાવી દીધો

    March 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.