દિલ્લી અને બંગાળની યુવતીઓ રાખી મસાજના નામે લોહીનો વેપાર કરાતો’તો : રિસેપનિસ્ટ અને હાઉસ કિપરની ધરપકડ
Rajkot,તા.10
રાજકોટમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો કૂદકે ને ભૂસકે ફેલાયો છે. એએચટીયુંની ટીમે ૪ મહિનામાં ૧૬ દરોડા પાડી અનેક દેહ વ્યાપાર કરાવતાં સંચાલકોને જેલ ભેગા કર્યા છે, ત્યારે પોલીસ માટે પણ શરમજનક કહીં શકાય તેમમવડી ચોકડી પાસે ‘નીલા સ્પા’માં બે હોમગાર્ડ જવાનો જ કુટણખાનું ચલાવતાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. એએચટીયુંની ટીમે દરોડો પાડી રિસેપનિસ્ટ અને હાઉસ કિપરની ધરપકડ કરી હતી જ્યારે સંચાલકો સહિત ત્રણ ફરાર થતાં તેની શોધખોળ આદરી હતી.૧૫૦ ફૂટ રિંગરોડ પર મવડી ચોકડી પાસે ન્યુ જલારામ સોસાયટી, આઈસીઆઈસીઆઈ બેન્ક પાસે આવેલ ‘નીલા સ્પા” ની અંદર સંચાલક દ્વારા સ્પામાં છોકરીઓ રાખી અને સ્પા મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવી આર્થીક લાભ મેળવતા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે ડમી ગ્રાહકને સ્પામાં મોકલી દરોડો પાડ્યો હતો.
પોલીસ તપાસમાં સ્પામાં ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી તરીકે ૧૦૦૦ રૂપીયા લેવામાં આવેલ તથા ભોગ બનનાર દ્વારા શરીર સંબંધ (એક્સ્ટ્રા સર્વીસ) ની ડીલ તરીકે રૂ.૨ હજાર લેવામાં આવતાં હતા. સ્પામાં શરીર સંબંધ કે અન્ય એક્સ્ટ્રા સર્વીસ માટે ગ્રાહકો પાસેથી અલગ અલગ રુપીયા લેવામાં આવતા હતા અને તે રૂપીયામાંથી સ્પા સંચાલક ભોગ બનનાર પાસેથી રૂ.૧ હજાર ગ્રાહક દીઠ લેતા હતા.
સ્પા સંચાલકો પોતાના આર્થિક લાભ માટે અન્ય સ્ત્રી પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું ખુલતાં સ્પામાંથી પાંચ મોબાઈલ સહીત કુલ રૂ.૨૫,૪૫૦ નો મુદ્દામાલ કબજે કરી સુનીલ નાથાભાઈ ચાવડા (ઉ.વ.૩૩, રહે. ૨૨, ભગવતીપરા, ન્યુ નંદનવન સોસાયટી, રાજારામ વિદ્યાલય પાછળ, બેડીપરા, રાજકોટ), રૂષી સુરેશ જાની, વિશાલ, સુસાંત પદમ સર્કી (ઉ.વ.૨૫, લાભમુળ એપાર્ટમેન્ટ, અમરનાથ પ્લોટ-૧, કાલાવાડ રોડ) અને ગુંજાદેવી કિશન શાહ (ઉ.વ.૩૯, હાઉસ નં.૧૮૧ જે.જે. કોલોની બીદાપુર ઉતમ નગર, વેસ્ટ દિલ્હી, દિલ્હી) ની ધરપકડ કરી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.
પોલીસે સ્પામાંથી દિલ્લીની બે તથા પશ્ચીમ બંગાળની એક ભોગ બનનાર મળી આવેલ હતી જેઓને દેહ વ્યાપારની પ્રવૃતિ ના કરવા સમજ કરેલ હતી.
વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સ્પાના સંચાલકોમાં જેમના નામ ખુલ્યા છે તેમાં સુનિલ ચાવડા અગાઉ તાલુકા પોલીસ મથકમાં હોમગાર્ડ હતો જ્યારે ઋષી જાની હાલ તાલુકા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે કાર્યરત હોવાનું ખુલતાં ચકચાર મચી ગઇ છે.

