Rajkot તા.27
ગુજરાતમાં 15 મહાપાલીકા, 84 નગરપાલીકા, 34 જીલ્લા પંચાયત તથા 26 તાલુકા પંચાયતમાં યોજાયેલી ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોની નજર આવતીકાલના પરીણામ પર છે. 44 ડીગ્રીનાં આકરા તાપ, મતદાર સુધારણા પ્રક્રિયા (એસઆઈઆર) તથા એબીસી અનામત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદાન નિરસ ગણાવાયું હોવાથી રાજકીય પક્ષો એલર્ટ છે. ખાસ કરીને સતાધારી ભાજપમાં ઉચાટ છે ખાસ કરીને સતાધારી ભાજપમાં ઉચાટ છે.જયારે કોંગ્રેસ-આપ જીતના દાવા સાથે ગત ટર્મ કરતા વધુ સારો દેખાવ રહેવાનો સુર દર્શાવી રહ્યા છે.
આવતીકાલે સવારથી મતગણતરી શરૂ થવા સાથે બપોર સુધીમાં ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ થઈ જવાનું માનવામાં આવી રહ્યું છે. રાજય ચૂંટણી પંચના રીપોર્ટ પ્રમાણે 15 મહાપાલીકાનું સરેરાશ-મતદાન 49.02 ટકા રહ્યું હતું આ વખતે નવી 9 મહાપાલીકામાં પ્રથમ વખત ચૂંટણી થઈ હોવાથી ગત ટર્મનાં સરેરાશ મતદાનની સરખામણી બંધ બેસી શકે તેમ નથી. 34 જીલ્લા પંચાયતમાં સરેરાશ 61.69 ટકા, મતદાન હતું. 2021 ની સરખામણીએ રાજકોટ સહીતની અનેક જીલ્લા પંચાયતોમાં પાંચ ટકા જેટલુ ઓછુ નોંધાયુ હતું.
84 નગરપાલીકાઓનુંસરેરાશ મતદાન 59.50 ટકા રહ્યું હતું.જુદી-જુદી નગરપાલીકામાં 11 બેઠકોની પેટા ચૂંટણી પણ થઈ હતી તેમાં સરેરાશ 51.38 ટકા મતદાન થયુ હતું. રાજયની 260 તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન થયુ હતું.
મહાપાલીકાઓ કરતા નગરપાલીકા પંચાયતોમાં 10 થી 12 ટકા વધુ મતદાન થયુ હતું. એટલે શહેરી કરતી ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ થયુ હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સાથે ઉમેદવારોનાં ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે જે આવતીકાલે ખુલવા સાથે પરીણામ જાહેર થશે. રાજયમાં મતદાન વખતે આકરો સુર્યપ્રકોપ હતો અને અનેક સેન્ટરોમાં તાપમાન 44 ડીગ્રીને વટાવી ગયુ હોવાથી મતદાન પ્રભાવીત થયુ હતું.
એસઆઈઆર તથા નવી ઓબીસી અનામત પછીની પ્રથમ ચૂંટણી હતી. મોટાભાગની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપની સતા હતી. આ વખતે નિરસ મતદાન, સતા વિરોધી માહોલ, આંતરીક અસંતોષ જેવા કારણોથી થોડા ઘણા અંશે નુકશાન થવાની રાજકીય ગણતરી મુકવામાં આવી રહી છે. કોંગ્રેસનો દેખાવ સારો થઈ શકે ઉપરાંત પંચાયતોથી માંડીને કોર્પોરેશનમાં આપની એન્ટ્રી શકય છે. આ સંજોગોમાં રાજકીય પક્ષો પરીણામ વિશે એલર્ટ છે

