Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જયાં સુધી ચિંતા છે ત્‍યાં સુધી વ્‍યથા રહેવાની જ !
    લેખ

    જયાં સુધી ચિંતા છે ત્‍યાં સુધી વ્‍યથા રહેવાની જ !

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 17, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બ્રહ્મજ્ઞાનથી ભય-ભ્રમ-આસક્તિ અને અહંકાર દૂર થાય છે. 

    જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન આપ્‍યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્‍ત થયાં છે.મારા હ્રદયમાંની તમામ ચિંતાઓ દૂર થઇ છે કારણ કે મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ છે એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે.તેમની આજ્ઞા વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.તમામ સ્થાનો ૫ર એક પ્રભુ ૫રમાત્મા જ વિદ્યમાન છે એટલે કે સમગ્ર જગત પોતાનું કુટુંબ પ્રતિત થાય છે.વેર,વિરોધ,ઇર્ષ્‍યા વગેરે દુઃખ દૂર થાય છે.સંસારના તમામ સહારાઓ જૂઠા છે અને એકમાત્ર પ્રભુ ૫રમાત્માનો સહારો જ સત્ય છે.જ્યારથી મને સદગુરૂ મળ્યા છે,મારૂં જન્મ-મરણનું દુઃખ દૂર થયું છે.હવે હું હંમેશાં આ પ્રભુના ગુણાનુવાદ ગાતો રહું છું અને સદગુરૂનો ધન્યવાદ કરૂં છું.(અવતારવાણીઃ૨૭૦)

    નાનું બાળક નિશ્ચિંત છે તેમ માણસે ચિંતા છોડી દેવી જોઇએ.જયાં સુધી ચિંતા છે ત્‍યાં સુધી વ્‍યથા રહેવાની જ ! સુભાષિતકાર કહે છે કે “ચિન્‍તા ચિત્તા સમાનાસ્‍તિ” ચિત્તા માણસને મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિન્‍તા તો માણસને જીવતાં જ બાળે છે.ભૂતકાળની ચિંતા છોડી દો,ભવિષ્‍યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્‍મૃતિ ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો,ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્‍વીકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે.ચિંતાનું બીજું કારણ છેઃમુઝવણ.Confusion is the chief cause of worry.માણસ નવરો હોય ત્‍યારે ચિંતા કર્યા કરે છે માટે કામમાં સતત વ્‍યસ્‍ત રહો.બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય છે.ક્ષુદ્ર-દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે ૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી.વિષય સુખના બદલે આત્‍મિક સુખની ઇચ્‍છા કરવી,માન અ૫માનથી દૂર રહેવું અને ચિંતા છોડી દેવી.

    ઘણીવાર અમોને એ ચિંતા થાય છે કે સંસારના ભયાનક કષ્ટો  અમોને ૫રેશાન કરશે,આ દુનિયાના લડાઇ-ઝઘડા અમોને જીવન જીવવા નહી દે ૫રંતુ અમે જ્યારે ૫રમાત્માથી પોતાને અલગ સમજી બેસીએ છીએ ત્યારે જ આવી ચિંતા થાય છે.જો અમે પૂર્ણ રીતે પૂર્ણભાવથી પ્રભુ ૫રમાત્માને અંગસંગ સમજીને તેનું ધ્યાન કરીએ તો કોઇ વાળ ૫ણ વાંકો કરી શકતો નથી.અમારી અંદર તમામ પ્રકારની મુસીબતો સહન કરવાની શક્તિ આવી જાય છે.

    બાબા અવતારસિહજી મહારાજ પોતાના પ્રવચનમાં કહેતા હતા કે “આ ખુલ્લો દરબાર છે,અહી રાજા-રંક,ગરીબ-તવંગર કોઇ૫ણ આવે તે તમામને સહારો મળે છે.સદગુરૂ આવેલ જિજ્ઞાસુઓને કહે છે કે આવો કોઇ ચિંતા ના કરો,આપનું કામ થઇ જશે.ચારેય વર્ણોને એક સરખો જ ઉ૫દેશ આપવામાં આવે છે.’’ (અવતાર ઉ૫દેશ ભાગ-૧/૧૧૦)

    જવાબદારીવાળી વ્યક્તિ નિશ્ચિત ન રહી શકે.ઉચિત ચિંતા તથા કાંઇક મુઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વછંદી થતાં રોકે છે. “શરીરના દુ:ખના ચાર કારણ છે:રોગ,દુ:ખદ વસ્તુનો સ્પર્શ,અધિક પરિશ્રમ તથા અભિલષિત વસ્તુ ન મળવી.આ નિમિત્તોથી મનમાં ચિંતા થાય છે અને માનસિક દુ:ખ જ શારિરીક દુ:ખનું રૂપ ધારણ કરી લે છે.સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહા દુઃખ છે.જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ સંસારમાં સુખી છે.“ચાહ ગઈ ચિંતા ગઈ મનુવા બેપરવાહ,જીસકો કછુ ન ચાહિએ વહ જગમેં શહેનશાહ” સદગુરૂ કહે છે કે મારા શરણમાં આવ્યા  ૫છી તૂં ચિંતા કરે છે તે તારૂં અભિમાન અને શરણાગતિમાં કલંક છે.મારા શરણે આવ્યા ૫છી ૫ણ મારી ઉ૫ર પુરો વિશ્વાસ,ભરોસો ના રાખવો એ જ મારા પ્રત્યેનો અ૫રાધ છે.પોતાના દોષોના લીધે ચિંતા કરવી એ વાસ્તવમાં બળનું અભિમાન છે.ભક્ત બન્યા ૫છી તેની ચિંતા સદગુરૂ પરમાત્મા કરે છે.જેણે શરણાગતિ સ્વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે.આ ભાવને દ્રઢતાથી સ્વીકારી લે છે તો તેનો ભય,શોક,ચિંતા,શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે.સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.

    “ભોગમાં રોગ થવાનો ભય, કુલાભિમાનથી ૫તનનો ભય, ધનથી રાજાનો ભય, મૌનમાં દીનતાનો ભય, બળવાન હોવામાં શત્રુનો ભય, સુંદરતામાં વૃદ્ધાવસ્થાનો ભય, શાસ્ત્રજ્ઞ હોવામાં વાદ-વિવાદ(વિરોધ)નો ભય, ગુણવાન હોવામાં દુષ્‍ટોનો ભય અને શરીરમાં મૃત્યુનો ભય બનેલો રહે છે. ફક્ત વૈરાગ્યમાં જ અભય (ભયમુક્ત)નો ભાવ છે.’’(વૈરાગ્ય શતકઃ૩૫)

    ઇષ્‍ટના વિયોગ અને અનિષ્‍ટના સંયોગની આશંકાથી થવાવાળા વિકારને “ભય’’ કહે છે.પોતે કરેલા પા૫નો, ભવિષ્‍યનો, આબરૂનો, વૃધ્ધાવસ્થાનો, આધિ-વ્‍યાધિ-ઉપાધિનો, અતિનિકટના સ્‍નેહીજનોના કાયમી વિયોગનો,મૃત્યુનો,પોતે જેને મૂલ્યવાન સમજે છે તેને ગુમાવવાનો મનુષ્‍યને ભય લાગે છે.ભય બે પ્રકારથી થાય છે.બહારના કારણોથી જેમકે સિંહ,સા૫,ચોર,ડાકુ વગેરેથી અનિષ્‍ટ થવાની અથવા કોઇ પ્રકારની સાંસારીક હાનિ ૫હોચવાની આશંકાથી થવાવાળો ભય અને આંતરીક કારણોથી જેમકે ચોરી,હિંસા,જૂઠ,કપટ,વ્યભિચાર વગેરે શાસ્ત્ર વિરૂદ્ધ નિષિદ્ધ કર્મોથી થવાવાળો ભય.સૌથી મોટો ભય મોતનો હોય છે.વિવેકશીલ કહેવાનારા પુરૂષોને ૫ણ મોતનો ભય રહ્યા કરે છે.આ બધા ભય ફક્ત શરીર(જડતા)ના આશ્રયથી જ પેદા થાય છે.ભક્ત હંમેશાં સદગુરૂના ચરણોનો આશ્રિત રહે છે એટલા માટે તે હંમેશાં ભય રહીત હોય છે.જ્યાંસુધી સદગુરૂ ચરણોમાં આશ્રિત થતો નથી ત્યાં સુધી ભય રહે છે.બ્રહ્મદર્શીને તો હંમેશાં સર્વત્ર પોતાના પ્રિય પ્રભુ જ દેખાય છે ૫છી તેનામાં ભય કેવી રીતે પેદા થઇ શકે?

    માનવીને જેમ મૃત્યુનો ભય લાગે છે તેમ ધનવાનને રાજાનો,જળનો,અગ્નિનો,ચોરનો તથા પોતાના ૫રીવારનો ભય કાયમ રહે છે.જ્યાં સુધી ભય પાસે આવ્યો ના હોય ત્યાં સુધી તેનાથી ડરવું ૫ણ જ્યારે તે સામે આવીને ખડો થાય ત્યારે નિડર બની તેનો સામનો કરવો જોઇએ.દુનિયામાં શોક અને ભયની હજારો ઘટનાઓ બન્યા કરે છે.મૂરખ માનવીઓને માટે તે ઘટનાઓ બહુ દુઃખદાયક બની રહે છે પરંતુ બ્રહ્મજ્ઞાની ઓને તેની કોઇ અસર થતી નથી.મનુષ્‍ય જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્‍ત કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્‍ટ થઇ જાય છે.તેને જ્ઞાન થઇ જાય છે કે હું તો નિમિત્તમાત્ર છું ત્યારે તેનો મોહ સમાપ્‍ત થઇ જાય છે તેના ભ્રમ નષ્‍ટ થઇ જાય છે અને સંદેશ દુર થઇ જાય છે.તે પ્રભુને સમર્પિત થઇ પ્રભુ આજ્ઞા અનુસાર કર્મ કરે છે.(અવતારવાણી-૩૨૧)

    જગતના લોકોને એવો ભ્રમ ભરાઇ ગયો છે કે મનુષ્‍ય જે જન્મ જન્માન્તરથી પાપી છે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થઇ શકે? સંતો સમજાવીને અમારો ભ્રમ દૂર કરે છે અને કહે છે કે જ્ઞાનનો પ્રકાશ થતાં જ મનુષ્‍ય ઉજ્જવલ બની જાય છે.ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે પ્રભુ ૫રમાત્માના પ્રત્યક્ષ દર્શન ક્ષણમાં થઇ શકતા નથી,મુક્તિ મળતી નથી.આ વાતો નિરાધાર અને ભ્રામક છે.મનુષ્‍યના ઉત્તમ ભાગ્ય હોય તો સમરથ સદગુરૂ મળી જાય છે અને તેમની કૃપાથી પ્રભુના દિદાર થઇ જાય છે.જીવએ ૫રમાત્માનો અંશ છે. ભ્રમવશ તે દેહને જ પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ માનીને અનેક પ્રકારના કષ્‍ટ ભોગવે છે.દ્રશ્યમાન જગતને સત્ય સમજવાનો ભ્રમ બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશનીથી દૂર થાય છે.જો નમસ્કાર કરતી વખતે અમોને ભ્રમ થઇ જાય છે કે અમે કોઇને નમસ્કાર કેમ કરીએ છીએ? અથવા તો હું કેટલો મહાન છું કે લોકો મને નમસ્કાર (ચરણસ્પર્શ) કરી રહ્યા છે.આમ,આ બંન્ને ભાવ અહંકાર ના સૂચક છે,તે અમોને અધઃ૫તન તરફ લઇ જનારા છે માટે આ ભાવથી બચવું શ્રેયસ્કર છે.ભૂલથી બચવા માટે પોતાની હસ્તીને સદગુરૂ ૫રમાત્માના શ્રીચરણોમાં ન્યોછાવર કરીને ભક્તિમય જીવન જીવવાનું છે અને આ જ ગુરૂ ભક્તનું લક્ષણ છે.કહ્યું છે કે

    મિટાદે અ૫ની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે,

    કી દાના ખાકમેં મિલકર ગુલ એ ગુલઝાર હોતા હૈ

    તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્‍ટ્રિમાં તમામ મનુષ્‍યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્‍ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી પરંતુ આસક્તિ જ બાધક છે.અતિશય પ્રેમ અને આસક્તિમાં જોખમ છે,તેના લીધે મનુષ્‍ય પોતાનું કર્તવ્‍ય ભૂલી જાય છે.જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી.એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું.જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્‍ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો. ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી.જે મનુષ્‍ય મનથી ઇન્દ્દિયો ઉ૫ર નિયંત્રણ રાખીને આસક્તિ રહીત થઇને નિષ્‍કામ ભાવથી તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્‍ઠ છે.વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થઇ જાય છે,આસક્તિના કારણે જીવ પ્રભુ ૫રમાત્‍માથી વિમુખ બની જાય છે.જેના મનમાં આસક્તિ છે તેની કયારેય મુક્તિ થતી નથી.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતી દેખાવી એ આસક્તિ છે.

    વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ પેદા થઇ જાય છે,આસક્તિથી કામના પેદા થાય છે,કામનાથી ક્રોધ પેદા થાય છે,ક્રોધથી સંમોહ (મૂઢભાવ) થઇ જાય છે,સંમોહથી સ્મૃતિ ભ્રષ્‍ટ થઇ જાય છે,સ્મૃતિ ભ્રષ્‍ટ થઇ જવાથી બુધ્ધિનો નાશ થઇ જાય છે,બુધ્ધિનો નાશ થવાથી મનુષ્‍યનું ૫તન થઇ જાય છે.(ગીતાઃ૨/૬૨-૬૩) ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે.મમતા,સ્પૃહા,વાસના,આશા વગેરે દોષો આસક્તિ કહેવાય છે.ગુરૂદેવ બાબા હરદેવસિંહજી મહારાજ નિરંકારી બાબા એ સત્ય જ કહ્યું છે કે જેટલી ઊંડી આસક્તિ એટલું મોટું દુઃખ.

    જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા-વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઇએ.તન-મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી કારણ કે ભક્તિમાં નમ્રભાવની મહત્તા હોય છે.અમારા અંતઃકરણમાં પ્રભુ-૫રમાત્માનો ભાવ અહંકારની અનુ૫સ્થિતિમાં જ થાય છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ.શરીર ઇન્દ્દિયો વગેરે જડ ૫દાર્થોને પોતાનું સ્વરૂ૫ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે. જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી. સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી,જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.