Himmatnagar,તા.૧૯
ઈડરમાં ખારકુવાના કન્સ્ટ્રક્શન કામના બિલ મંજુર કરવા માટે રૂ,૧,૨૫,૦૦૦ની લાંચ લેતા ઈડર તાલુકા પંચાયતના ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત) જીન્નતબેન રોનકકુમાર પટેલ તથા ક્લસ્ટર કોઓર્ડીનેટર (કરાર આધારિત) કમલકુમાર નારાયણદાસ પટેલની એસીબી(એન્ટી કર્પ્શન બ્યુરો)એ ધરપકડ કરી હતી. જ્યારે કોઓર્ડીનેટર, (કરાર આધારિત) મેહુલકુમાર મુળાભાઇ રાઠોડ સ્થળ પર હાજર ન મળતા તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદી ચોરીવાડ, જાદર, વિરપુર, બોલુન્દ્રા, પાનોલ વગેરે ગામોમાં સેગ્રીગેશન શેડ તથા ખારકુવાનું કોન્ટ્રાકથી કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હતું. જેના બીલો મંજુર કરવા માટેની પ્રક્રિયામાં આરોપીઓએ બિલની રકમના ૧૨% મુજબ કુલ રકમ રૂ. ૧,૨૫,૦૦૦ ની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હવાથી છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો.
જેમાં ઈડર તાલુકા પંચાયતમાં ગોઠવાયેલા લાંચના છટકામાં આરોપી કમલકુમાર પટેલ અને જીન્નતબેન આર.પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. .જ્યારે મેહુલકુમાર મુળાભાઇ રાઠોડ સ્થળ પર હાજર ન મળતા તેની વિરૂધ્ધ ગુનો નોંઘવામાં આવ્યો હતો.
