Kheda,તા.૨૦
ગુજરાતમાં જનતાના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓને લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ’જન આક્રોશ યાત્રા’ ના મધ્ય ગુજરાતના દ્વિતીય ચરણનો આજે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ફાગવેલથી પ્રારંભ થયો છે. આ યાત્રા દ્વારા કોંગ્રેસે સંગઠન મજબૂત કરવા અને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે રણનીતિ ઘડી છે.
યાત્રાના પ્રારંભ પૂર્વે ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના મંદિરે કોંગ્રેસના નેતાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા-અર્ચના અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત સંમેલનમાં ખેડા જિલ્લા સહિત આસપાસના તાલુકાઓમાંથી કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જનતાના પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધતા ભાજપ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં સામાન્ય જનતા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ખાસ કરીને ખેડૂતોના દેવા માફીના મુદ્દે સરકાર ઉદાસીન છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતો, મોંઘવારી અને બેરોજગારી જેવા પાયાના મુદ્દાઓ પર સરકાર નિષ્ફળ રહી છે અને આ યાત્રા પ્રજાનો અવાજ રજૂ કરવાનું માધ્યમ બનશે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, “જ્યારે સરકાર પ્રજાના પ્રશ્નો સાંભળવાનું બંધ કરે છે, ત્યારે જન આક્રોશ બહાર આવે છે. આજે ફાગવેલની ધરતી પરથી જે જનમેદની ઉમટી છે, તે સાબિત કરે છે કે લોકો વર્તમાન વ્યવસ્થાથી પરેશાન છે.” તેમણે કાર્યકરોને એકજુટ થઈને જનતાની લડાઈ લડવા આહ્વાન કર્યું હતું.
ફાગવેલ ખાતેની જનસભા પૂર્ણ થયા બાદ આ યાત્રાનો કાફલો યાત્રાધામ ડાકોર તરફ રવાના થયો હતો. ડાકોરમાં રણછોડરાય મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ નેતાઓ ત્યાં પણ પ્રજાને સંબોધિત કરશે. ખેડૂતોની મુશ્કેલીઓ, પાયાની સુવિધાઓ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આ યાત્રા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે.