Veraval તા.01
આગામી ઉતરાયણ પર્વ ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિકની દોરી. નાયલોન અન્ય સિંથેટીક માંઝા, સિંથેટીક પદાર્થની કોટીંગ કરેલ અને નોન-બાયોડિગ્રેબલ હોય તેવી દોરી, ચાઇનીઝ માંઝા ઉપર પ્રતિબંધ બાબતે ગીર સોમનાથ જિલ્લા મેજી. દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરવા તેમજ ચાઇનીઝ માંઝા, દોરી નો ઉપયોગ, સંગ્રહ, હેરાફેરી, વેચાણ કરતા શખ્સો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા સૂચના આપતા એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા, પો.સબ ઇન્સ. આર.એચ.સુવાના ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઈ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા, પો.હે.કો. વિપુલભાઇ ટીટીયા, અનીરૂધ્ધસિંહ રાયજાદા, હિતેશભાઇ કામળીયા, નદીમભાઇ બ્લોચ, મહાવીરસિંહ જાડેજા સહિતના પેટ્રોલિંગમાં રહેલ તે દરમિયાન આમદશા બોદુશા શામદાર ઉ.વ.57 રહે. સોમનાથ ટોકીઝ પાછળ, વેરાવળ વાળા ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Trending
- Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ
- આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં
- હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
- Hyderabadના Rajiv Gandhi International Airportમાં Bombની ધમકીથી અફડાતફડી
- West Bengalમાં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: આઠમા પગાર પંચમાં લઘુતમ પગાર ₹18,000થી વધારીને ₹69,000 કરવાનો પ્રસ્તાવ
- Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ
- Heat wave: આવતીકાલે (28મી એપ્રિલ) રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’

