Amreli, તા.6
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામ ખાતે ઇનોક્ષ ગ્રીન એનર્જી સર્વિસ લિમિટેડના પાવર હાઉસ ખાતે 44 હજાર લીટર ઓઈલની કેપેસિટી ધરાવતા વીજ ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે આજે વહેલી સવારે 5 કલાકે અમરેલીના ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ હતી.
આ ઘટનાની જાણ થતા જ અમરેલીના ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને બાબરા ફાયર વિભાગની ટીમ ત્રણ વોટર બાઉઝર સાથે તુંરત ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણી અને અઋઋઋ ફોર્મનો મારો ચલાવી પોતાની સૂઝબુજ તથા જીવને જોખમે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આસંપૂર્ણ ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની થયેલ નથી.
આ કામગીરીમાં ફાયર સ્ટાફ સાગરભાઇ પુરોહિત, આનંદભાઈ જાની, પ્રવીણભાઈ ચૌહાણ, ભગવતસિંહ ગોહિલ, નિલેશભાઈ સાનિયા, સવજીભાઈ ડાભી, કૃષ્ણ ભાઈ ઓળકિયા, જગદીશભાઈ ભુરીયા, જયદીપભાઇ ઈસોટીયા, કમલેશભાઈ ગિલાતર તથા મિલનભાઈ ગાંભવા સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

