Amreli, તા.7
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં કુલ ત્રણ કમ્પ્યુટર પોસ્ટ કામ માટે અને એક કમ્પ્યુટર આધારકાર્ડ ના કામ માટે કાર્યરત છે. તેમાંથી પોસ્ટ કામગીરી માટે રખાયેલા બે કમ્પ્યુટર ની સ્ક્રીન બગડી જતા તે શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા. આ બાબતે વડિયા પોસ્ટ ઓફિસના અધિકારીની સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે અમારા બે કમ્પ્યુટર ની સ્ક્રીન ખરાબ થઇ ગઈ હતી હાલ ઉપર સ્ટોક ના હોવાથી રીપેરીંગ કરેલા બે કમ્પ્યુટર આવ્યા છે જેમા એક ની સ્ક્રીન ખરાબ જેવી જ છે.
જીલ્લામાં પોસ્ટ વિભગા પાસે નવા કમ્પ્યુટરનો સ્ટોક ના હોવાના કારણે હાલ કમ્પ્યુટર મળી શકે તેમ નથી તેથી અનેક મુશ્કેલિઓ સામે આવતી જોવા મળી રાહી છે જેમા એક કમ્પ્યુટર માં ડેટા એન્ટ્રી કરી બીજા કમ્પ્યુટર માં પ્રિન્ટ કાઢવા જવુ પડે છે લોકોના કામ માટે વધુ સમય લાગી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા ના પોસ્ટ વિભાગ માં તાલુકાની પોસ્ટ ઓફિસો માં ખરાબ થયેલા કમ્પ્યુટર ની ફાળવણી કરવા અને જરુરી સમગ્રી નો જથ્થો ઉપલબ્ધ કરાવવો જરૂરી બંને છે.
તાલુકા લેવલ ની પોસ્ટ ઓફિસમાં પૂરતા કર્મચારીઓ ના હોવાને કારણે અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધે છે અને સમયસર કામગીરી થતી નથી ત્યારે અમરેલી ની હેડ પોસ્ટ ઓફિસમાં ટેબલે ટેબલે કર્મચારીઓ છે જેથી ઘણા સમયથી બદલીઓ થતી નથી તો આવા આ પેઢી ગયેલા કર્મચારી ઓને કોણ બદલીઓથી બચાવે છે તે જાણવું જરૂરી બંને છે સાથે ગામડાની પોસ્ટ ઓફિસોમાં પૂરતો સ્ટાફ મળતો નથી અને જે સ્ટાફ છે તે જિલ્લા મથકે હોય છે. પૂરતા કર્મચારીની ફાળવણી થાય સમયાંતરે કર્મચારી ઓની બદલીઓ થાય અને પૂરતી સાધન સમગ્રી ઓફિસને મળે તેવી માંગ ઉઠી છે.

