Amreli, તા.7
અમરેલી ખાતે સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી 24×7 કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે. અમરેલી શહેરના રહેવાસી સંગીતાબેન રાજપુત રહે. ચિતલ રોડ ગુરુકૃપા અમરેલી વાળા અત્રે “નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ હોય અને જણાવેલ કે, તેઓ તા.5 ના સાંજનાં 4 વાગ્યે પોતાની એક્ટીવા લઇને ઓમનગરથી IFFDC સંસ્થાએ જતા હતા.
તે વખતે નાગનાથ મંદિર પાસે પહોચતા એકટીવામાં આગળના ભાગે રાખેલ બેગ અને મોબાઇલ ફોન પડી ગયેલ હતા. જે અંગે તેઓ દ્વારા શોધખોળ કરતા બેગ જેમાં કિંમતી દસ્તાવેજ, મોબાઇલ ફોન હતા. જે કયાંય મળી આવેલ ન હતા.
બાદમાં અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ના પોલીસ સ્ટાફ દ્વારા નાગનાથ મંદિર ચોકના કેમેરા ચેક કરતા એક બ્લેક કલરનું રાજમહેલના લોગા વાળુ ટી શર્ટ પહેરેલ ઇસમે અરજદારનું પડી ગયેલ બેગ લેતા જોવા મળેલ અને તે બેગ લઇને ગર્લ્સ કોર્નરના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજમાં જોવા મળેલ હતો.
જે અરજદારનું બેગ લઇને ચાલીને રાજમહેલ વાળા રોડ તરફ જતો જોવા મળેલ, જે અંગે રાજમહેલમાં કામ કરતા મજુરને પોલીસ દ્વારા પુછપરછ કરતા અરજદારનું બેગ લઇ જનાર ઇસમ મળી આવતા તેઓની પાસેથી બેગ અને મોબાઇલ ફોન કિમત રૂપિયા 45000 જેની ખાત્રી કરી અરજદારને બેગ અને મોબાઇલ ફોન સહી સલામત પરત સોંપી આપેલ છે.

