Bangladesh, તા.8
બાંગ્લાદેશમાં યુવા નેતા ઉસ્માન હાદીની હત્યા બાદથી જ ચૂંટણી પહેલા રાજનીતિક હિંસા ચાલુ છે. બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી (બીએનપી)ની સ્વયંસેવી શાખા સ્વેચ્છા સેવક દળના નેતા અજીજુર રહેમાન મુસબ્બીરની મંગળવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી પલાયન થઇ ગયા હતા.
બાંગ્લાદેશમાં આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા હિંસા વધવાથી મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉસ્માન હાદીના પરિવારજનોએ પણ યુનુસ પર ચૂંટણીઓ ટાળવા માટે હત્યાનો આરોપ લગાવાયો હતો.
અહેવાલો મુસબ્બીર પર ઢાકાની કારવાન બજારમાં આવેલ સુપર સ્ટાર હોટેલ પાસે રાત્રે લગભગ 1-30 વાગ્યે અજાણ્યા હુમલાખોરો ગોળી ચલાવી પલાયન થઇ ગયા હતા. તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પાર્ટીના સભ્યોએ જણાવ્યું હતું કે, મુસબ્બીરે સાંજે સુપર સ્ટાર હોટેલમાં શરીયતપુરના નિવાસીઓના એક સમૂહ સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં મુસબ્બીર અને વન શ્રમિક સંઘનો મહાસચિવ સુફિયાન મસૂદ નજીકની એક ગલીમાં ચાલી રહ્યા હતા. ત્યારે બે અજ્ઞાત શખ્સોએ તેના પર ગોળી ચલાવી હતી. જેમાં મસુદ ઘાયલ થયો હતો. મુસબ્બીરની હત્યા બાદ પાર્ટીના કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા.

