Ahmedabad,તા,05
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી હોવા છતાં કોઈપણ ખાદ્યચીજની સીઝન પુરી થઈ જાય ત્યાં સુધી ફુડ વિભાગ દ્વારા તેના પરિણામ જાહેર કરાતા નથી.સીઝન પુરી થયા પછી પરિણામ જાહેર કરાય છે. એક મહિનામા ફુડ વિભાગે અલગ અલગ વિક્રેતાઓને ત્યાંથી જયુસ,લસ્સી,સિકંજી તથા બરફના ગોળાના મળીને કુલ ૭૪ સેમ્પલ લેવામા આવ્યા હતા.અપ્રમાણિત જાહેર કરવામા આવેલા ૪૦ ફુડ સેમ્પલ શેના હતા.સેમ્પલ કોના હતા એ વિગત જાહેર કરવાનુ ફુડ વિભાગે ટાળી દીધુ હતુ.
ઉનાળા દરમિયાન અલગ અલગ વિસ્તારમાં વેચાતા શેરડીના રસ ઉપરાંત મેંગો મિલ્ક શેક, તરબુચ રસના ૪૫ સેમ્પલ ફુડ વિભાગ તરફથી લેવામા આવ્યા છે.દુધ અને દુધની બનાવટોના ૧૩૩ તેમજ પનીરના ૧૦૧ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામા આવ્યા છે.છેલ્લા કેટલાક સમયથી શહેરમા પાણીપુરી વેચતા વેન્ડર્સ દ્વારા આપવામા આવતુ પાણી,રગડો ,બટાકાના માવા સહિતના ૪૯ સેમ્પલ ફુડ વિભાગે લીધા છે.ફુડ વિભાગના દાવા પ્રમાણે છેલ્લા એક મહિનાના સમયમાં વિવિધ ખાદ્યચીજોના મળી કુલ ૯૩૩ સેમ્પલ વિભાગ દ્વારા લેવામા આવ્યા છે.શાહપુરમા માખણ બનાવવાનુ કારખાનુ સીલ કરાયુ

