Junagadh,તા.5
જુનાગઢના આણંદપુર ડેમમાં પરિવારની નજર સામે યુવક ડુબી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના પરીવાર ગઈકાલે કાર લઈને આણંદપુર ડેમ પર ફરવા- કપડા ધોવા ગયા હતા. મહિલાએ ડેમના કાંઠે કપડા ધોઈ રહ્યા હતા ત્યારે પરિવારના પુરૂષ સભ્યો ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા.
ત્યારે મહેશભાઈ લખમણભાઈ ધોરીયાનો પગ લફસી જતા મહેશભાઈ ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા અફડા તફડી મચી જવા પામી હતી. ફાયર જવાનોને જાણ કરતા જુનાગઢ ફાયર જવાનોએ શોધખોળ હાથ ધરી હતી. બનાવની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.

