‘કાબૂલીવાલા’ ૧૯૬૧માં રિલીઝ થઈ હતી અને આ રવિન્દ્રનાથ ટાગોરની ૧૮૯૨માં લખવામાં આવેલી પ્રખ્યાત કહાની પર આધારિત હતી
Mumbai, તા.૨૭
ફિલ્મોની સાથે સંગીત-ગીતનું કનેક્શન વર્ષોથી એકબીજા માટે પુરક મનાય છે, જે ક્યારેક સફળતા પણ અપાવી હોવાના અનેક કિસ્સા છે. વાત કરીએ ૬૧ વર્ષ જૂના ગીતની છે, જે આજેય ઘરેઘરમાં દેશભક્તિનું ગીત તરીકે જાણીતું છે, જ્યારે વડીલોને પણ યાદ છે. એ ગીત એટલે ‘એ મેરે પ્યારે વતન’, જે આજે પણ સાંભળતા જ હૃદયને સ્પર્શી જાય છે. સામાન્ય રીતે આજે પણ લોકો તેને દેશભક્તિ ગીત માને છે. પણ આ ગીત ભારત માટે નહીં પરંતુ અફઘાનિસ્તાનથી દૂર રહેતી હોય છે, તેને યાદ કરીને ગાય છે.‘કાબૂલીવાલા’ ૧૯૬૧માં રિલીઝ થઈ હતી અને આ રવિન્દ્રનાથ ટાગોરની ૧૮૯૨માં લખવામાં આવેલી પ્રખ્યાત કહાની પર આધારિત હતી. ફિલ્મનું નિર્દેશન હેમેન ગુપ્તાએ કર્યું હતું, જયારે બિમલ રોય આ ફિલ્મના નિર્માતા હતા. આ ફિલ્મની કહાની રહેમત નામની એક અફઘાનની વ્યક્તિની છે, જે કાબૂલથી કલકત્તા આવે છે અને સુકામેવા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીં તેની મિત્રતા એક નાની બાળકી મીની સાથે થઈ જાય છે, કારણ કે મિનીમાં એટલે તેને પોતાની દીકરીની ઝલક દેખાય છે. ‘એ મેરે પ્યારે વતન’ની સૌથી ખાસ વાત એ છે કે આ ગીત ભારત માતા માટે લખવામાં આવેલું દેશભક્તિ ગીત સમજવામાં આવે છે, જયારે ફિલ્મના સંદર્ભમાં આ ગીત રહેમત ખાન પોતાના વતન-દેશ અફઘાનિસ્તાનને યાદ કરીને ગાય છે. ગીતના શબ્દોમાં એટલા હૃદયસ્પર્શી હતા કે પોતાના દેશથી દૂર થયા પછી પાછા વતન ફરીને ત્યાંજ જવા માગે છે. આ કારણે જ આ ગીત સાંભળતા જ તેમાં દેશપ્રેમ સાથે પરદેશમાં રહેતા લોકોની ઘરે પરત ફરવાની ઈચ્છા અનુભવી શકાય છે. મન્ના ડેના કંઠે ગવાયેલા ગીતના શબ્દો પ્રેમ ધવને લખ્યા હતા, જ્યારે સંગીતબદ્ધ સલિલ ચૌધરીએ કર્યું હતું. ફિલ્મમાં બલરાજ સાહનીએ રહમત ખાનનું પાત્ર ભજવ્યું હતું, જયારે ઉષા કિરણે મિનીની માતા અને બેબી સોનુએ મિનીની ભૂમિકા ભજવી હતી. સજ્જને મીનીના પિતાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મની કહાનીની ભાવનાત્મક અસર મહદંશે બલરાજ સાહનીના સહજ અભિનય પર આધારિત હતું. ‘કાબુલીવાલા’ ૧૯૬૧ની સફળ ફિલ્મોમાં સામેલ રહી અને તે વર્ષે સૌથી વધારે કમાણી કરનાર હિન્દી યાદીમાં આઠમા સ્થાને હતી. બોક્સઓફિસના આંકડાઓ પ્રમાણે ફિલ્મનું નેટ કલેક્શન અંદાજે ૭૦ લાખ રૂપિયા અને ગ્રોસ આશરે ૧.૪૦ કરોડ રૂપિયા જેટલું રહ્યું હતું. આ ફિલ્મને સુપરહીટ નહીં, પરંતુ સેમી-હીટનો દરજજો આપવામાં આવ્યો હતો. આજે પણ ‘એ મેરે પ્યારે વતન’ ગીતની ખાસિયત કંઈક એવી છે કે આ ગીતમાં પોતાના વતન, પરિવાર અને પોતાના લોકોથી દૂર થવાનું દુઃખ છે, તેથી ભારતમાં આ ગીતને દેશભક્તિના ગીતો વચ્ચે યાદ કરવામાં આવે છે.

