Himmatnagar, તા.૧૨
હિંમતનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં ભાઇ-બહેનના અકાળે મોતથી ખેડૂત પરિવાર શોકમાં ગરકાવ છે. યુજીવીસીએલની બેદરકારીના પગલે ભાઇ-બહેને જીવ ગુમાવ્યો છે. ખેતરમાંથી પસાર થતો વીજ વાયર જમીન તરફ લટકતો હતો, જે વાયર ટ્રેક્ટરને અડી જતાં કરન્ટના લીધે ટ્રેક્ટરમાં સવાર ભાઇ-બહેનના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકોનો બચાવ થયો હતો.
હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામ નજીક આવેલ લક્ષ્મીપુરા ગામના ખેડૂત પરિવાર પોતાના ખેતરમાં દિવેલાની ફોતરી ટ્રેક્ટરમાં ભરી લઈ જતા હતા તે દરમિયાન વીજ વાયર ટ્રેક્ટરના કઠેડા સાથે અડકી જતા ટ્રેક્ટરમાં વીજ પ્રવાહ પ્રસરી જતા ટ્રેક્ટરમાં સવાર ચાર પૈકી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થવા પામ્યા હતા જોકે અન્ય બે વ્યક્તિઓનો બચાવ થયો હતો જેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. યુજીવીસીએલની બેદરકારીના કારણે કરંટ લાગવાની ઘટનામાં નિર્દોષ ખેડૂત પરિવારના બે વ્યક્તિઓનું મોત થવા પામ્યું હતું જોકે અન્ય બે વ્યક્તિઓનો બચાવ થયો હતો. જોકે મરણ જનાર ખેડૂત દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં યુજીવીસીએલ કચેરીમાં વીજ વાયરનું સમારકામ કરવા માટેની રજૂઆત કરી હતી છતાં પણ સમારકામ ન કરવાના કારણે હાલ તો બે વ્યક્તિઓના મોત થયા છે.
યુજીવીસીએલ દ્વારા અનેક સ્થળે જોખમી વીજ વાયર અને જોખમી ટ્રાન્સફોર્મર હોવા છતાં યોગ્ય સમારકામ કરવામાં ન આવતું હોવાના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જતા હોય છે ત્યારે આવી જ એક ઘટના હિંમતનગરના ખેડાવાળા નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં બનવા પામી છે. લક્ષ્મીપુરા ગામના ખેડૂત પરિવાર પોતાના ખેતરમાં નાખી રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર વીજ વાયર સાથે અડકી જતા કરંટ લાગવાની ઘટના બની હતી જેમાં ટ્રેક્ટરમાં સવાર ચાર લોકો પૈકી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થવા પામ્યા હતા તો બે વ્યક્તિઓનો બચાવ થયો હતો. જોકે યુજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે કરંટ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોએ યુજીવીસીએલ તંત્ર પર બેદરકારીના આક્ષેપો કર્યા હતા સાથે જ મોત થવાનું કારણ પણ યુજીવીસીએલ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
એક તરફ યુજીવીસીએલ દ્વારા સમારકામના નામે વીજકાપ કરવામાં આવતો હોય છે, પરંતુ યોગ્ય સમારકામના અભાવે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે હિંમતનગરના લક્ષ્મીપુરા ખાતે થયેલી ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં લોકો યુજીવીસીએલ પર રોષ ઠાલવી રહ્યા છે. સાથે પરિવારને સહાયની પણ માંગ કરી રહ્યા છે.

