Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    • Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ
    • Babra માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    વ્યાપાર

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Nikhil Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    મંગળવારના રોજ ભારતીય શેરબજાર સતત બીજા સત્રમાં દબાણ હેઠળ રહ્યું હતું. અગાઉના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઈન્ટ ઘટીને બંધ થયા હતા.નવા સત્રમાં પણ બજાર નબળા સ્તરે ખુલ્યું હતું અને સેન્સેક્સ તથા નિફ્ટી ઘટાળો જોવા મળીયો હતો.આ પરિસ્થિતિ બજારમાં જોખમ ઘટાડવાના વલણ અને નબળા રોકાણકાર સેન્ટિમેન્ટને દર્શાવે છે.વર્તમાન પરિસ્થિતિમાં ઝડપી સુધારા કરતાં અસ્થિરતા સાથેની હિલચાલ વધુ મહત્વપૂર્ણ બની શકે છે.

    મંદીના કારણો :-

    બજારના દબાણ પાછળ મુખ્યત્વે ક્રૂડ ઓઈલના વધતા ભાવ, ઊંચા અમેરિકન બોન્ડ યીલ્ડ, સતત FII વેચવાલી અને પશ્ચિમ એશિયાની ભૂરાજકીય અનિશ્ચિતતા જવાબદાર રહી છે. અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડ યીલ્ડમાં ૫.૨૪થી ૫.૨૭ ટકાની ઊંચી સપાટી જોવા મળતા વૈશ્વિક રોકાણકારોમાં જોખમ ઘટાડવાનું વલણ મજબૂત બન્યું છે. સાથે ઊંચા ક્રૂડથી ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી અંગેની ચિંતા વધી રહી છે.

    વૈશ્વિક બજારોના સંકેતો ભારતીય બજાર માટે અનુકૂળ રહ્યા નથી. એશિયામાં નિક્કેઈ આશરે ૧.૧ ટકા, શાંઘાઈ કમ્પોઝિટ ૦.૩૨ ટકા, હેંગસેંગ ૦.૬૪ ટકા અને કોસ્પી ૦.૫ ટકા નીચે હતા. અમેરિકન બજારોમાં પણ ઊંચા બોન્ડ યીલ્ડ અને મોંઘવારી અંગેની ચિંતાને કારણે નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ઊંચા યીલ્ડ અને મજબૂત ડોલરનું સંયોજન ઉભરતા બજારો માટે પડકારરૂપ બની રહ્યું છે.

    સ્થાનિક સ્તરે DIIની ખરીદી બજારને આધાર આપી રહી છે, પરંતુ તે FII વેચવાલીને સંપૂર્ણપણે સંતુલિત કરી શકી નથી. આ ઉપરાંત રૂપિયો ડોલર સામે ૯૫.૯૮ની આસપાસ બંધ રહ્યો હતો અને હવે ૯૬ની માનસિક સપાટી નજીક તેની હિલચાલ પણ બજાર માટે મહત્વપૂર્ણ બની છે.વેચવાલી લગભગ વ્યાપક રહી હતી. ૨૯ સપ્ટેમ્બરના પ્રારંભિક સત્રમાં ૧૬માંથી ૧૩ મુખ્ય ક્ષેત્રોના સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને નાણાકીય સેવાઓમાં ખાસ દબાણ રહ્યું હતું, જ્યારે એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ જેવા મોટા શેરોમાં નબળાઈ જોવા મળી હતી. બીજી તરફ ગ્રાહક ટકાઉ વસ્તુઓના ક્ષેત્રમાં મર્યાદિત સકારાત્મક હિલચાલ જોવા મળી હતી.

    સંસ્થાકીય પ્રવાહમાં વિદેશી અને સ્થાનિક રોકાણકારોની વિપરીત દિશા યથાવત રહી છે. FII દ્વારા રૂ.૫,૩૫૩.૨૨ કરોડની વેચવાલી સામે DII દ્વારા રૂ.૫,૧૮૯.૦૨ કરોડની ખરીદી નોંધાઈ હતી. DIIની ખરીદી બજારના ઘટાડાને મર્યાદિત કરવામાં મદદરૂપ બની રહી છે, પરંતુ FIIની સતત વેચવાલી બજારની ટકાઉ પુનઃપ્રાપ્તિ સામે મુખ્ય અવરોધ બની રહી છે.

    ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળો ભારતીય શેરબજાર માટે સૌથી મહત્વપૂર્ણ નકારાત્મક પરિબળ બની રહ્યો છે. ૨૯ સપ્ટેમ્બરે ક્રૂડ આશરે ૧૦૭ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. ઊંચા ક્રૂડ ભાવથી ભારતના આયાત બિલ, ચાલુ ખાતા અને મોંઘવારી પર દબાણ વધવાની શક્યતા છે. સાથે અમેરિકાના ઊંચા યીલ્ડને કારણે સોના સહિતની કોમોડિટીમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે.

    ભાવિ દિશા :-

    આગામી સત્રોમાં બજારની દિશા માટે ૨૨,૫૦૦ની નિફ્ટી સપાટી અને ૭૨,૦૦૦ની સેન્સેક્સ સપાટી અત્યંત મહત્વપૂર્ણ રહેશે.ભારે ઘટાડા બાદ તબક્કાવાર ખરીદી પરત આવવાની શક્યતા રહેશે અને ૨૨,૮૦૦થી ૨૩,૦૦૦ તરફ પુનઃપ્રાપ્તિનો પ્રયાસ થઈ શકે છે. બીજી તરફ ૨૨,૫૦૦ની નીચે નિર્ણાયક ઘટાડો બજારમાં વધુ વેચવાલીનું દબાણ ઊભું કરી શકે છે.સેન્સેક્સમાં ૭૨,૫૦૦ની નીચે નબળાઈ વધે તો ૭૨,૦૦૦થી ૭૧,૦૦૦ તરફ દબાણ જોવા મળી શકે છે.FII વેચવાલીમાં ઘટાડો, DIIની સતત ખરીદી અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવે તો બજારને ટેકો મળી શકે છે. હાલના પરિબળોને જોતા આગામી તબક્કામાં એકતરફી દિશા કરતાં ઊંચી અસ્થિરતા, તબક્કાવાર વેચવાલી અને નીચલા સ્તરે પસંદગીની ખરીદીનું સંયોજન જોવા મળે તેવી શક્યતા રહેશે.

    તા.૩૦.૦૯.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

     તા.૨૯.૦૯.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૭૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૫૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૨૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૨૭૭૩ પોઈન્ટ થી ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૨૮૮૦ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૨૩૯૯ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૯૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૨૪ થી રૂ.૨૪૩૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ. ૨૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • કોલગેટ પામોલિવ ( ૧૮૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૮૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૨૪ થી રૂ.૧૮૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૭૬૦ ) :- રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૪ ના પ્રથમ તેમજ રૂ.૧૭૨૭ ના બીજા સપોર્ટથી રૂ.૧૭૭૪ થી રૂ.૧૭૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એથર એનર્જી ( ૧૪૩૩ ) :- ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • અદાણી એનર્જી સોલ્યુશન્સ ( ૧૩૧૮ ) :- પાવર ટ્રાન્સમિશન અને એનર્જી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૨૯ થી રૂ.૧૩૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ડૉ.રેડ્ડીઝ ( ૧૨૩૭ ) :- રૂ.૧૨૧૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૮ થી રૂ.૧૨૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • પીએનબી હાઉસિંગ ( ૧૦૯૩ ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો રૂ.૧૦૭૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • નિપ્પોન ઇન્ડિયા એએમસી ( ૧૦૬૭ ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૦૭૮ થી રૂ.૧૦૮૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૯૬૫ ) :- એફએમસીજી સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો રૂ.૯૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૭૮ થી રૂ.૯૮૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એસબીઆઈ ( ૯૬૩ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૮ થી રૂ.૯૮૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026
    વ્યાપાર

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    વ્યાપાર

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026
    વ્યાપાર

    Stock Market સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો પર નજર…!!!

    September 23, 2026
    રાષ્ટ્રીય

    Stock Marketમાં ઉછાળો, ક્લોઝિંગ ઓક્શન પછી સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયો

    September 18, 2026
    રાષ્ટ્રીય

    Sugarના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 21:09
    Categories
    Latest News

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.