Rajkot તા.૨૯ઃ
શહેરના કોઠારીયા રોડ પર ઘનશ્યામનગર રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધે ગત તા.૨૭ ના રોજ બીમારીથી કંટાળી એસિડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે કોઠારીયા રોડ પર ઘનશ્યામ નગરમાં શેરી નંબર ૧૫ માં રહેતા આનંદભાઈ શાંતિલાલભાઈ જોબનપુત્રા ઉંમર વર્ષ ૬૪ વર્ષીય વૃદ્ધ ગત તા ૨૭ ના ૧૧ વાગ્યા આસપાસ માલવિયા કોલેજ પાસે બગીચામાં એસિડ પી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત નીપજતા માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકના પુત્ર એ જણાવેલ કે પિતાને કેન્સર ની બીમારી હોય અને કંટાળીને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર પુત્રી એ પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની છવાઈ હતી આ અંગે માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

