Amreli તા.19
ગીર કાંઠાના ધારી શહેરના નબાપરા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી દિપડાના આંટાફેરા વધી ગયાના સમાચાર સામે આવતા અને તે જે અંગેની જાણ ધારી પાલીકાના સદસ્ય બાલાભાઈ વાડદોરીયાએ વનવિભાગને જાણ કરેલ હતી.જેની નોંધ લઈ વનવિભાગે તાત્કાલિક નબાપરા વિસ્તારમાં દીપડાને પિંજરે પુરવા માટે પાંજરાઓ ગોઠવી દેવામાં આવેલ હતા.
પરંતુ છેલ્લા ત્રણ ત્રણ દિવસ સુધી વનવિભાગને હાથ તાળી આપી છટકી ગયેલ દીપડો આખરે આજે પાંજરે પુરાયો હતો. સ્થાનિક આગેવાનોએ વનવિભાગને જણાવ્યું હતું કે અવાર નવાર આ વિસ્તારમાં એક કરતાં પણ વધુ દીપડાઓ આવી ચડતા હોય છે, ત્યારે એકાદ સપ્તાહ સુધી વધુ પાંજરૂ ગોઠવવામાં આવેલ હતું.
ઉલ્લેખનીય છે કે નબાપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આ દિપડો ધુસી ગયેલો હતો જેથી વનવિભાગે વધુ સતર્કતાથી કામ લઈને દિપડો પાંજરે પુરેલ હતો .
છેલ્લા એકાદ સપ્તાહમાં અમરેલી જીલ્લામાં ત્રણ ગોઝારી ઘટના બની છે જેમાં વન્ય પ્રાણીઓએ અલગ અલગ ૩ વ્યક્તિ ને ફાડી ખાધાની શાહી હજુતો સુકાઈ નથી.

