(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૭
મોટા દહીંસરા ગામના ૨૩ વર્ષીય યુવાને પોતાના ઘરે લોખંડ એન્ગલ સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું છે પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી મિત રમેશભાઈ મૈયડ (ઉ.વ.૨૩) નામના યુવાને ગત તા. ૧૫ ના રોજ રાત્રીના પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો માળિયા (મી.) પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

