(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૭
Morbiમાં અવારનવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા ઈસમને ઝડપી લઈને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યો છે મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુનાઓ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજના ગુનામાં અવારનવાર પકડાયેલ લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ (ઉ.વ.૩૪) રહે થોરાળા તા. મોરબી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને મોકલી હતી જે પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી એ ડીવીઝન પોલીસે લાલજીભાઈ રાઠોડને પાસા વોરંટની બજવણી કરતા ઝડપી લઈને મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કર્યો છે

